માસ્કનો દંડ ન ભરવા આધેડ રોડ પર ધૂણવા લાગ્યો, જુઓ Video
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :હાલ માસ્ક એ કોરોના સામે લડવા માટેનું જરૂરી શસ્ત્ર છે. હાલ હવામાં વાયરસ છે, તેથી તબીબો પણ હવે બે માસ્ક પહેરવાની આપી ચૂક્યા છે. આવામાં માસ્ક પહેરવુ બહુ જ જરૂરી બની ગયું છે. ઘરથી બહાર નીકળતા સમયે માસ્ક પહેરવુ બહુ જ જરૂરી છે. રસ્તા પરથી જતા માસ્ક ન પહેરતા લોકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં અજીબ બનાવ બન્યો હતો. માસ્કના દંડથી બચવા માટે લોકો કેવા પ્રકારના ધતિંગ કરે છે તે જોઈને તમને હસવુ આવી જશે.
સાબરકાંઠાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસે રસ્તા પરથી માસ્ક વગર જતા એક શખ્સને અટકાવ્યો હતો. પોલીસે આ શખ્સને માસ્ક માટે દંડ ફટકાર્યો હતો. પરંતુ આ જોઈ આધેડ રસ્તા પર જ ધુણવા લાગ્યો હતો.
માસ્કનો દંડ ભરવો ના પડે એટલે આધેડ ધુણવા લાગ્યો, માતાજી આવ્યાનુ રટણ ચાલુ રાખી દંડ ભરવાની કરી આનાકાની.... Social Media પર #VideoViral#Sabarkantha #FaceMask #ZEE24Kalak pic.twitter.com/LJzFXUvGXM
— Zee 24 Kalak (@Zee24Kalak) April 29, 2021
માસ્કનો દંડ ભરવો ના પડે એ માટે આધેડ રસ્તા પર જોરજોરથી ધૂણવા લાગ્યો હતો. તેણે માતાજી આવ્યાનુ રટણ ચાલુ રાખ્યું હતું. તેમજ પોલીસ સામે દંડ ભરવા આનાકાની કરી રહ્યો હતો. ધૂણતા આધેડને જોઈને રસ્તા પરથી જતા લોકોએ વીડિયો ઉતાર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે