રેલવેએ સંકટમાં ફસાયેલા મજૂરોને સુરક્ષિત પહોંચાડ્યા ઘરે, મંત્રાલયે જાહેર કર્યા રિયલ ડેટા

દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો (Migrant Labour)ની ઘર વાપસી માટે અત્યાર સુધી રેલવે મંત્રાલય (Railway Ministry)એ શું પ્રયત્નો કર્યા છે. તેના આંકડા મંત્રાલયે રજૂ કર્યા છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (PIB)એ જણાવ્યું કે, 19 મે સુધી 1600થી વધારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી 21.5 લાખ પ્રવાસીઓને તેમના ગૃહ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.
રેલવેએ સંકટમાં ફસાયેલા મજૂરોને સુરક્ષિત પહોંચાડ્યા ઘરે, મંત્રાલયે જાહેર કર્યા રિયલ ડેટા

નવી દિલ્હી: દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો (Migrant Labour)ની ઘર વાપસી માટે અત્યાર સુધી રેલવે મંત્રાલય (Railway Ministry)એ શું પ્રયત્નો કર્યા છે. તેના આંકડા મંત્રાલયે રજૂ કર્યા છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (PIB)એ જણાવ્યું કે, 19 મે સુધી 1600થી વધારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી 21.5 લાખ પ્રવાસીઓને તેમના ગૃહ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.

પીઆઇબીની તરફથી જાહેર સૂચનો અનુસાર હવે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા બમણી કરવામાં આવશે. એક જૂનથી 200 નવી ટ્રેન સમયપત્રક પ્રમાણે ચાલશે. નોન એસી ટ્રેનનું પણ સંચાલન થશે. આ ટ્રેનની ટિકિટ માત્ર ઓનલાઇન બુકિંગ કરાવવાની રહેશે. ટોળાને એકઠું થવાથી રોકવા માટે રેલવે સ્ટેશનો પર ટિકિટ નહીં વહેંચાય. સરકારે જણાવ્યું કે, રાજ્ય સરકાર શ્રમિક વિશેષ ટ્રેનો માટે માર્ગ પર ચાલી રહેલા પ્રવાસીઓની ઓળખ કરશે.

તમને જણાવી દઇએ કે, કોરોના લોકોડાઉન (Coronavirus Lockdown)માં ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્ય પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ સંભવ પ્રયત્ન કરી રહી છે. રાજ્ય સરકારની પહેલથી યૂપી, ઝારખંડ, બિહાર અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના લાખોની સંખ્યામાં પ્રવાસી શ્રમિક સુરક્ષિત ઘરે પહોંચી ગયા છે. જો કે, કોરોના વાયરસને ફાલાવવાથી રોકવા માટે દેશમાં 31 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા શરતને આધિન છૂટછાટ આપવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news