Result 2024: NDAની મજબૂરીમાં ગુજરાત સહન કરશે, આ નેતાઓ હવે દિલ્હીની ગાદી ભૂલી જાઓ

Election Result 2024: ગુજરાતની સ્થિતિ જોઈએ તો ગુજરાતના ભાગે 7 મંત્રાલયો હતા. જેમાં વિદેશમંત્રી જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી એમનું કેબિનેટ પદ પાક્કું છે. અમિત ભાઈ શાહ પણ કેબિનેટ મંત્રી બનશે. હવે માંડવિયા અને રૂપાલા બંને પાટીદાર નેતાઓ છે. રૂપાલા કપાય તો જ માંડવિયાને ફરી લોટરી લાગી શકે છે.

Result 2024: NDAની મજબૂરીમાં ગુજરાત સહન કરશે, આ નેતાઓ હવે દિલ્હીની ગાદી ભૂલી જાઓ

Lok Sabha Election Result 2024: અબકી બાર હવે ગઠબંધન સરકાર.... દેશમાં ભાજપને બહુમત ન મળતાં એનડીએની સરકાર માટે નાયડુ અને નીતિશ મજબૂરી બની ગયા છે. ગુજરાતમાંથી ભલે 26માંથી 25 સીટો પર ભાજપ વિજેતા બન્યું છે પણ NDAની મજબૂરીમાં ગુજરાતે સૌથી વધારે સહન કરવું પડશે. નીતિશથી લઈને નાયડુએ મંત્રાલયોની ડિમાન્ડોનું લિસ્ટ ભાજપને સોંપી દીધું છે. દિલ્હીની 2.0 સરકારમાં ગુજરાત પાસે 7 મંત્રાલયો હતા. 

ભાજપે દર્શના જરદૌશ અને મહેન્દ્ર મુંજપરાને તો ટિકિટ જ આપી નથી પણ જેપી નડ્ડા, જયશંકર, માંડવિયા અને અમિત શાહને સાચવવામાં સૌથી મોટો ઘડો લાડવો રૂપાલા, દેવુસિંહ ચૌહાણનો થવાનો છે. આમ પણ રૂપાલાના વિવાદને કારણે ભાજપ ફરી એમને મંત્રાલય સોંપે તેવી સંભાવના નથી. મોદીના એક સમયે ખાસ ગણાતા રૂપાલાથી મોદી નારાજ હોવાથી રૂપાલાની જીત છતાં મંત્રાલય મળે તેવી સંભાવના નથી પણ પાટીલનો સમાવેશ કેવી રીતે કરવો એ ભાજપ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની શકે છે.

  • દેવુસિંહ ચૌહાણ, રૂપાલા, દર્શનાબેન અને મહેન્દ્ર મુંજપરાનું મંત્રાલય કપાશે
  • જેપી નડ્ડા, માંડવિયા, જય શંકર અને અમિતભાઈને આપવું પડે કેબિનેટ
  • સીઆર પાટીલ દિલ્હી જવા તૈયાર પણ ગઠબંધન સરકારને પગલે હવે ડખા
  • ચંન્દ્રાબાબુ નાયડુ અને નીતિશની ડિમાન્ડથી ભાજપ ટેન્શનમાં 

પશુપાલકો માટે સૌથી મોટા ખુશખબર; ગુજરાતના આ જિલ્લામાં લેવાયો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં ભાજપે લોકસભા સુધી એમને જવાબદારી સોંપી હતી. પાટીલ દિલ્હી જવા માટે થનગની રહ્યાં છે. ગુજરાતમાં સૌથી વધારે લીડથી જીતનાર નેતા છે. એમના કાર્યકાળમાં ભાજપ 156 સીટો જીતવાની સાથે રાજ્યમાં 25 લોકસભા સીટો પર વિજેતા બન્યું છે. સીઆર પાટીલ પાસે હવે પ્રદેશ અધ્યક્ષનું કાર્યકારી પદ છે. ભાજપ સામે સૌથી મોટુ સંકટ હવે ગઠબંધન સરકાર છે. સહયોગીઓને સાચવવામાં ભાજપ પાસે મંત્રાલયો ઘટવાની સાથે ભાજપે ગુજરાતને બદલે બીજા રાજ્યો પર ફોકસ વધારવું પડશે. જેને પગલે મંત્રાલયો બીજા રાજ્યોમાં વહેંચાય તેવી પણ પૂરી સંભાવના છે. 

ગુજરાતની સ્થિતિ જોઈએ તો ગુજરાતના ભાગે 7 મંત્રાલયો હતા. જેમાં વિદેશમંત્રી જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી એમનું કેબિનેટ પદ પાક્કું છે. અમિત ભાઈ શાહ પણ કેબિનેટ મંત્રી બનશે. હવે માંડવિયા અને રૂપાલા બંને પાટીદાર નેતાઓ છે. રૂપાલા કપાય તો જ માંડવિયાને ફરી લોટરી લાગી શકે છે. ભાજપ માટે વિકટની સ્થિતિ એ છે કે જેપી નડ્ડા પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. હવે નડ્ડાને પણ ગુજરાતમાંથી મંત્રાલય અપાય તો દેવુસિંહ ચૌહાણને ઝટકો લાગી શકે છે.

ભાજપ દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા, દર્શનાબેન જરદૌશ અને રૂપાલાનું મંત્રાલય કાપે તો પણ ગુજરાતમાંથી 4 મોટા નેતાઓને કેબિનેટ મંત્રાલય સોંપવું પડે. જેમાં પાટીલના કેબિનેટ મંત્રી બનવાના સપનાં રોળાઈ જવાની પૂરી સંભાવના છે. મોદી અને અમિત શાહ માટે આગામી સમય વિકટ બની રહેવાનો છે. જેમાં સૌથી વધારે ભોગ ગુજરાત બને તો નવાઈ નહીં... નડ્ડા અને જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હોવાથી 2 ગુજરાતી નેતાઓ કપાઈ જશે.  

હવે વિકટ સ્થિતિ સીઆર પાટીલને સાચવવાની છે. આ પહેલાં પણ સીઆર પાટીલને ચૂંટણી પહેલાં મંત્રાલયમાં સમાવેશ કરવાની તૈયારીઓ કરાઈ હતી પણ વિસ્તરણ અટકી જતાં પાટીલ રહી ગયા હતા. હવે ગઠબંધન સરકાર છે. નાયડુ અને નીતિશ સહિતના સહયોગીએ મોઢું ફાડીને બેઠા છે. ભાજપ ગુજરાતમાં એક સાથે 5થી વધારે મંત્રાલયનો હવાલો સોંપે તો બીજા રાજ્યોમાં ડખા થાય. આગામી સમયમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી છે. ભાજપ માટે મહારાષ્ટ્રને સાચવવું એ પણ મજબૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news