ફરી ગુજરાતમાં અહીં ફેલાયો જીવલેણ રોગ! 23 લોકોની તબિયત તથડી, એકનો રિપોર્ટ પોઝિટીવ

પાલનપુર શહેર વોર્ડ નંબર - 6 ના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” જાહેર કરાયો છે. જિલ્લા કલેકટરે જાહેરનામું પાડીને પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. એક સાથે 23 વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા વોર્ડ નંબર 6ને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે.

ફરી ગુજરાતમાં અહીં ફેલાયો જીવલેણ રોગ! 23 લોકોની તબિયત તથડી, એકનો રિપોર્ટ પોઝિટીવ

Cholera News: ગુજરાતમાં ફરી એકવાર કોલેરાએ હાહાકાર મચાવ્યો છે. જી હા... 23 વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. જેના પગલે જિલ્લા કલેકટરે જાહેરનામું પાડીને પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

23 વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરા
પાલનપુર શહેર વોર્ડ નંબર - 6 ના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” જાહેર કરાયો છે. જિલ્લા કલેકટરે જાહેરનામું પાડીને પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. એક સાથે 23 વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા વોર્ડ નંબર 6ને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે.

આ વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર
પાલનપુર શહેરી વોર્ડ નંબર –6 ના વિસ્તાર (ખાસદાર ફળી, ભકતોની લીંમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, સુન્ની વોરવાસ, કચરૂ ફળી, આંબલી દરગાહ, કમાલપુરા, ઝવેરી માઢ, દિલ્હી ગેટ, પત્થર સડક, અબરકુવા, જૂનો અબરકુવા, ઝાંઝર સોસાયટી) ની આજુબાજુનો 2 કિ.મી. સુધીનો વિસ્તાર “કોલેરાગ્રસ્ત” તરીકે જાહેર કરાયો છે.

નોંધનીય છે કે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણુંક પણ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news