કોરોનાનો નવો સબ-વેરિઅન્ટ શું ગુજરાતમાં મચાવશે હાહાકાર? નવસારીમાં કોરોનાની એન્ટ્રી

નવસારી જિલ્લામાં લાંબા સમય બાદ કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગણદેવી તાલુકાના 84 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે જિલ્લામાં એક કોરોના એક્ટિવ કેસ થયો છે.

કોરોનાનો નવો સબ-વેરિઅન્ટ શું ગુજરાતમાં મચાવશે હાહાકાર? નવસારીમાં કોરોનાની એન્ટ્રી

ધવલ પારેખ/નવસારી: કોરોના મહામારી ફરી એક વાર અનેક દેશોને તેની ઝપેટમાં લઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાંથી 29 દેશોમાં કોરોનાનો નવો પ્રકાર હાહાકર મચાવી રહ્યો છે. 29 દેશોમાં કોવિડ-19 ના સુપર વેરિઅન્ટ XBB.1.5 કેસો નોંધાયા છે. ત્યારે કોરોનાના આ નવા સબ-વેરિઅન્ટ અંગે ગુજરાત સતર્ક બની ગયું છે, તેમ છતાં નવસારી જિલ્લામાં લાંબા સમય બાદ કોરોનાની એન્ટ્રી થઈ છે.

નવસારી જિલ્લામાં લાંબા સમય બાદ કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગણદેવી તાલુકાના 84 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે જિલ્લામાં એક કોરોના એક્ટિવ કેસ થયો છે. RT-PCR રિપોર્ટ પોઝિટીવ આવતા હાલ 84 વર્ષીય વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે કુલ 483 લોકોના સેમ્પલ લીધા હતા, જેમાંથી એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પરંતુ જાણવા મળ્યું છે કે સામાન્ય કોવિડ પોઝિટિવ છે. 84 વર્ષીય વૃદ્ધાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને નવા વેરિયન્ટનો પણ કેસ નથી.

નોંધનીય છે કે, કોરોનનો નવો સબ-વેરિઅન્ટ ખુબ ખતરનાક અને જડપથી ફેલાય છે. ત્યારે તે સમગ્ર વિશ્વમાં મોટી આફત સર્જી શકે એમ છે. ત્યારે આ બારત માટે પણ ચિંતા જનક છે. કેમકે કોરોનાના આ નવા સબ-વેરિઅન્ટે ભારતમાં પણ એન્ટ્રી કરી દીધી છે. INSACOGના જણાવ્યા મુજબ ભારતમાં XBB.1.5 વેરિઅન્ટના 5 કેસ નોંધાયા છે. જેમાંથી 3 કેસ ગુજરાતમાં, એક કર્ણાટક અને બીજો રાજસ્થાનમાં મળી આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી ધીરે ધીરે કરીને અનેક દેશોને ઝપેટમાં લઈ રહી છે. કોરોના XBB.1.5 નું નવું સબ-વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. XBB.1.5ના 29 દેશોને તેની ઝપેટમાં લઈ ચૂક્યું છે. ત્યારે ભારતમાં પણ તેને પગપેસારો કરી દીધો છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિશ્વને કોરોનાના જોખમ અંગે ચેતવણી આપી છે. કોવિડ XBB.1.5નું નવું વેરિઅન્ટ 29 દેશોમાં ફેલાયું છે. હવે તે અન્ય દેશોમાં પણ ફેલાય તેવી અપેક્ષા છે. જેથી WHOએ વિશ્વને સાવચેત રહેવા જણાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news