કોગ્રેસના 24 કલાકના ઉપવાસ આંદોલનનો અંત, ધાનાણી સહિતના નેતાઓએ કર્યા પારણાં

ખેડૂતોની દેવા માફીને લઇને 24 કલાકના ઉપવાસ આંદોલનનો અંત આવ્યો, ધાનાણી સહિતના નેતઓએ કર્યા પારણાં

કોગ્રેસના 24 કલાકના ઉપવાસ આંદોલનનો અંત, ધાનાણી સહિતના નેતાઓએ કર્યા પારણાં

અમદાવાદ: ખેડૂતોની દેવા માફીને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા હતા. જેનો 24 કલાક બાદ અંત સાબરમતીના ગાંધી અશ્રમ ખાતે બેઠેલા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા 24 કલાક કરવામાં આવેલા ઉપવાસનો અંત આવ્યો છે. ગુજરાતના વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓએ ગુરૂવારે સીએમ વિજય રૂપાણીને આવેદન આપીને ખેડૂતોના દેવા માફી અંગે રજૂઆત કરી હતી અને ચીંમકી ઉચ્ચારી હતી કે, જો ખેડૂતોનું દેવું માફ નહિં થાય તો ગુજરાત કોંગ્રેસ 24 કલાકનું ઉપવાસ આંદોલન કરી ભાજપ સરકારનો વિરોધ કરશે. તે મૂજબ શુક્રવારે સવારથી જ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કોંગ્રેસનો ઉપવાસ કાર્યક્રમ શરૂ થયા હતા.  

પાટણમાં કોંગ્રેસનો ઉપવાસ કાર્યક્રમ
ખેડૂતો ના દેવા માફ સહિતના મુદ્દાને લઈને પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં અને કલેકટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પાટણના બગવડા દરવાજા ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કરાયા હતા. ધરણાના આ કાર્યક્રમની પરવાનગી વ હોવાથી પોલીસે 25થી વધુ કોંગ્રેસના કાર્યકરોને ડીટેઇન પણ કર્યા હતા.

વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ કર્યા સરકાર વિરૂદ્ધ સુત્રોચાર
વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવો અને ખેડૂત દેવા માફીની માંગ સાથે ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપવાસમાં પૂર્વ સાંસદ સહિત શહેર પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, કરજણ ધારાસભ્ય સહિત 50 જેટલા કાર્યકરો જોડાયા હતા. શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાજલી અર્પી ઉપવાસ શરૂ કર્યા હતા. ઉપવાસમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પાલિકાના વિરોધ પક્ષના નેતા,જિલ્લા પંચાયતના પ્રમુખ પણ  જોડાયા હતા. મહત્વનું છે, કે કોગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા 24 કલાકના પ્રતિક ઉપવાસ કાલે શનિવારે બપોરે પૂર્ણ થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news