VIDEO: 4 દિવસમાં એક કરોડથી વધારે વાર જોવામાં આવ્યું મલાઇકા અરોડાનું આ સોન્ગ

‘છૈય્યા-છૈય્યા’, ‘મુન્ની બદનામ હુઈ’ અને ‘અનારકલી ડિસ્કો ચલી’ જેવા ઘણા આઇટમ નંબર કરી ચુકેલી મલાઇકા ફરી એકવાર તેના દેશી અંદાજમાં ‘હેલ્લો-હેલ્લો’ સોન્ગ પર ઠુમકા લગાવતી જોવા મળી છે

VIDEO: 4 દિવસમાં એક કરોડથી વધારે વાર જોવામાં આવ્યું મલાઇકા અરોડાનું આ સોન્ગ

નવી દિલ્હી: ફિલ્મ ‘પટાખા’નું નવુ સોન્ગ ‘હેલ્લો-હેલ્લો’ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. વિશાલ ભારદ્વાજે તેની આ ફિલ્મના ‘હેલ્લો-હેલ્લો’ સોન્ગ માટે જે હેતુથી મલાઇકા અરોડાને પસંદ કરી હતી, કદાચ તે થઈ ગયું છે. કેમ કે લાંબા સમય પછી આ સોન્ગમાં મલાઇકા અરોડાના ઠુમકા લોકોને ઘણા પસંદ આવ્યા છે. માટે 4 સપ્ટેમ્બરે રિલીઝ થયેલું આ સોન્ગ યૂટ્યૂબ પર અત્યાર સુધીમાં 12,043,207 વખત જોવામાં આવ્યું છે. ‘છૈય્યા-છૈય્યા’, ‘મુન્ની બદનામ હુઈ’ અને ‘અનારકલી ડિસ્કો ચલી’ જેવા ઘણા આઇટમ નંબર કરી ચુકેલી મલાઇકા ફરી એકવાર તેના દેશી અંદાજમાં ‘હેલ્લો-હેલ્લો’ સોન્ગ પર ઠુમકા લગાવતી જોવા મળી છે.

ગણેશ આચાર્યએ કર્યું છે કોરિયોગ્રાફ
આ કદાચ પ્રથમ વખત હશે કે મલાઇકા અરોડા, મખમલી અવાજની જાદૂગર સિંગર રેખા ભારદ્વાજના સોન્ગ પર આઇટમ નંબર કરતી જોવા મળી રહી છે. જોકે આ સોન્ગમાં તમને મલાઇકના કોસ્ટ્યૂમ જોઇને ફરી ટ્રેનની છત પર શાહરૂખ ખાનની સાથે નાચતી મલાઇક જરૂર યાદ આવી જશે. ‘પટાખા’ એક દેશી માટીમાં સ્થાયી ફિલ્મ છે અને ફિલ્મનું આ સોન્ગ પણ આ દેશી અંદાજમાં દેખાતું હોય તેમ જોવા મળી રહ્યું છે. આ સોન્ગને અવાજ સિંગર રેખા ભારદ્વાજ અને તેના લિરિક્સ ગુલઝારે આપ્યા છે. મલાઇકા અરોડાનો ડાન્સ આ સોન્ગમાં કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે.

મલાઇકાને તરત જ પંસદ આવ્યું હતું આ સોન્ગ
મલાઇકા અરોડાનું કહેવું છે કે, તેને ફિલ્મ ‘પટાખા’નું સોન્ગ ‘હેલ્લો-હેલ્લો’નું શૂટિંગ કરતા ઘણી મજા આવી હતી. મલાઇકાએ ન્યૂઝ એજન્સી આઇએએનએસને કહ્યું હતું કે, ‘‘વિશાલ ભારદ્વાજની ‘ધુનોથી સજ્જ’, ગુલઝાર સાહેબ દ્વારા લખેલું અને રેખાજી દ્વારા ગાયેલું આ સોન્ગ કરવાથી કોણ ના પાડી શકે? અને જ્યારે તેની કોરિયોગ્રાફિ ગણેશે (આચાર્ય) કરી હોય તો તેનાથી સરસ કઇ હોઇ જ ના શકે.’’ મલાઇકાએ જણાવ્યું હતું કે, તેણે તરત જ આ સોન્ગ પંસદ આવી ગયું હતું. વિશાલની સાથે તેણે કામ કરવાનું સારુ લાગે છે અને ગણેશ આચાર્ય સાથે કામ કરવાની તેની ઇચ્છા પણ પુરી થઇ ગઇ છે.

ફિલ્મ ‘પટાખા’ની વાત કરીએ તો બે એવી સગી બહેનોની સ્ટોરી છે. જે એક-બીજાના ખુનની તરસી હોય છે અને અંદરો અંદર લાડઇ-ઝગડો કરતી હોય છે. ફિલ્મમાં ‘દંગલ ગર્લ’ સાન્યા મલ્હોત્રા અને ટીવી એક્ટ્રેસ રાધિકા મદાન બહેનોનો રોલ પ્લે કરી રહી છે. ‘પટાખા’માં કોમેડિયન એકટર સુનિલ ગ્રોવર પર મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. જોકે સુનિલ આ ફિલ્મમાં કોમેડી કરતા નહીં, પરંતું રમુજી રોલ પ્લે કરતો જોવા મળી રહ્યો છે. ‘પટાખા’ 28 સપ્ટેમ્બરે થિયટરોમાં રિલીઝ થઇ રહી છે.
(ઇનપુટ IANSથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news