JIO યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હવે આ પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ 5G ડેટા, જાણો વિગત

રિલાયન્સ જિયો સબ્સક્રાઇબર્સને કાલ એટલે કે 3 જુલાઈથી કેટલાક રિચાર્જ પ્લાન્સની સાથે અનલિમિટેડ ડેટાનો ફાયદો મળવાનું બંધ થઈ જશે. આવો જાણીએ કંપની તરફથી શું જાહેરાત કરવામાં આવી છે. 

JIO યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હવે આ પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ 5G ડેટા, જાણો વિગત

નવી દિલ્હીઃ ટેલિકોમ માર્કેટમાં કાલ એટલે કે 3 જુલાઈ, 2024થી હલચલ જોવા મળશે કારણ કે આ દિવસથી અનેક પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન મોંઘા થઈ રહ્યાં છે. સૌથી મોટા યૂઝરબેઝવાળા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ પણ પોતાના પ્લાન્સની કિંમત વધારી દીધી છે અને એરટેલે પણ આમ કર્યું છે. પરંતુ જિયોના 5જી ડેટા સાથે જોડાયેલી જાહેરાત બાદ યૂઝર્સના હાથમાં નિરાશા લાગી છે. 

રિલાયન્સ જિયોએ જાહેરાત કરી છે કે હવે લાખો યૂઝર્સને પહેલાની જેમ સસ્તા પ્લાન્સથી રિચાર્જ કરાવવા પર અનલિમિટેડ 5જી ડેટાનો ફાયદો આપવામાં આવશે નહીં. કંપની પહેલા જે 5 સસ્તા પ્રીપેડ પ્લાન્સની સાથે અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરી રહી હતી, તેનું રિચાર્જ કરવા પર હવે લિમિટેડ ડેટી ડેટા મળશે અને આ ડેટા 4જી સ્પીડ ઓફર કરશે. આવો કાલથી થતાં ફેરફાર વિશે તમને જણાવીએ.

આ સ્થિતિમાં નહીં મળે અનલિમિટેડ 5જી ડેટા
કંપનીએ જાહેરાત કરી છે કે જે પ્રીપેડ પ્લાન્સ 1.5જીબી ડેલી ડેટા ઓફર કરે છે, હવે તેની સાથે અનલિમિટેડ 5જી ડેટા મળશે નહીં. અત્યાર સુધી 239 રૂપિયા કે તેથી વધુની કિંમતવાળા પ્લાન્સનું રિચાર્જ કરાવવા પર એલિઝિબલ યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટા મળી રહ્યો હતો. કંપનીએ જણાવ્યું કે હવે ડેલી 2જીબી કે તેનાથી વધુ ડેટાવાળા પ્લાન્સની સાથે અનલિમિટેડ 5જીની મજા મળશે.

સામે આવી જાણકારી પ્રમાણે જે જિયો પ્લાન્સની સાથે હવે અનલિમિટેડ 5જીની મજા નહીં મળે તે લિસ્ટમાં 239  રૂપિયાની કિંમતથી લઈને કેટલાક એનુઅલ પ્લાન પણ સામેલ થઈ શકે છે. મહત્વનું છે કે જિયોએ 5જી રોલઆઉટ બાદ વેલકમ ઓફરની સાથે યૂઝર્સને અનલિમિટેડ ડેટા આપવાનું શરૂ કર્યું હતું. 

આજે સસ્તા રિચાર્જ કરાવવાની છેલ્લી તક
જો તમે સસ્તામાં અનલિમિટેડ 5જી ડેટાની મજા લેવા ઈચ્છો છો તો તે માટે તમે આજે એડવાન્સમાં રિચાર્જ કરી શકો છો. જે યૂઝર્સ પહેલાથી લાંબી વેલિડિટીવાળું રિચાર્જ કરી લે છે તેને આ બેનિફિટ્સ મળતો રહેશે. એટલે કે જો  તમે અનલિમિટેડ 5જી ડેટા મળનાર પ્લાનનું રિચાર્જ કરાવશો તો તમને તેનો લાભ મળશે સાથે તમે ભાવ વધારાથી પણ બચી શકશો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news