આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી પડી શકે છે વરસાદ! નદીઓમાં પૂર, ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે જળસંકટ

Gujarat Monsoon Red Alert: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં એક સાથે બબ્બે સિસ્ટમો હાલ સક્રિય થઈ ગઈ છે. સૌથી મોટા ડર કોઈ હોય તો એ બન્ને સિસ્ટમનો જ છે. કારણકે, એક સિસ્ટમ આખી સિસ્ટમ ખરાબ કરી શકે છે તો એકના બદલે બે-બે વરસાદી સિસ્ટમો ત્રાટકશે તો શું હાલત થશે. ગુજરાત પર મોટી આફત મંડાઈ રહી છે. ગુજરાતના માથે તોળાઈ મોટું જળસંકટ રહ્યું છે. ગુજરાતમાં વિનાશક વરસાદ આવી શકે છે. જી હાં, આ અમે નથી કહી રહ્યાં આ હવામાનની સ્થિતિ દર્શાવતા નિષ્ણાતો અને સત્તાવાર વેબસાઈટ પર આ માહિતી સ્પષ્ટ જાણી શકાય છે. 

1/10
image

રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હાલમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે, આજે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લા સામેલ છે. આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મૉડમાં આવી ગયુ છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

2/10
image

હાલ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે. આ ડીપ ડિપ્રેશન ગુજરાતના દ્વારકા થઇ આગળ આપણા પરથી પસાર થવાનું છે. જેના કારણે 2 જુલાઇના રોજ સાંજ સુધી દ્વારકા, પોરબંદરના અમુક ભાગો, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વિરમગામ, માંડવી, કંડલા, ગાંધીધામ, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આમ, ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. 

3/10
image

ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી જ ધીરે ધીરે આભા મંડળમાં વાદળ બંધાવવાની શરૂઆત થાય છે. ખેડૂત અને માલધારી પશુ-પંખી વરસાદની રાહ જોતા હોય છે. જો કે, આ વખતે વરસાદ કેરળમાં થંભી ગયો હતો. જ્યાં રોકાણ કર્યા બાદ વરસાદ આગળ વધ્યો હતો. હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટલાક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ૩૨ તાલુકાઓ એવા છે કે જેમાં ૦૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.  

4/10
image

અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે. સાથે જ આ ડીપ ડિપ્રેશન ક્યાંથી પસાર થશે અને તેની અસર શું થશે, કયા-કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, તે અંગે તેમણે માહિતી આપી છે. ઉપરાંત અરવલ્લી, મહિસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠાના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની સંભાવનાઓ છે. મધ્ય ગુજરાતના દાહોદ, ગોધરા, વડોદરા, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સતત વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે.

5/10
image

દ્વારકા, જૂનાગઢ, જામનગરના અમુક ભાગો, સુરેન્દ્રનગર, કચ્છના કંડલા, ગાંધીધામ, ભચાઉ, માંડવી જેવા વિસ્તારો, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ સહિતના વિસ્તારો છે, જ્યાં આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદની શક્યતાઓ છે. આ જે જિલ્લાઓના નામ આપ્યા છે, ત્યાં અમુક વિસ્તારોમાં તો 15થી 17 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે, એવી સ્થિતિ છે. કેમ કે, ડીપ ડિપ્રેશન આ રૂટમાંથી પસાર થવાનું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આખા ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે, પરંતુ જ્યાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાનું છે ત્યાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હજુ ઘણા દિવસ ચાલવાનો છે.

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

6/10
image

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી ,જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ગત જુન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ રહી હતી. જુન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો. તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો.

અંબાલાલ પટેલની આગાહી

7/10
image

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. 

8/10
image

તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરશે. 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા, 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા, 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા.

અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ

9/10
image

જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે. 

10/10
image

અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યાં છે. જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે. આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે.