જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદની ઉજવણી કરી, 51 કિલો કેકનું કર્યું કટિંગ

જામનગરમાં આજે ઈદ-એ-મિલાદુન્નબીની મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. 
 

જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદની ઉજવણી કરી, 51 કિલો કેકનું કર્યું કટિંગ

મુસ્તાક દલ, જામનગરઃ જામનગરમાં આજે ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણીના ભાગરૂપે શહેરના સુમરા ચાલી વિસ્તારમાં મુસ્લિમ સમાજના યુવા બિરાદરો દ્વારા 51 કિલોની મહાકાય મોટી કેક બનાવી હઝરત મોહમદ પયગમ્બર સાહેબના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

જામનગરમાં આજે ઈદ-એ-મિલાદુન્નબીની મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરના સુમરા ચાલી વિસ્તારમાં મુસ્લિમ યુવાન બિરાદરો અને આગેવાનોએ સાથે મળીને આજે સવારે ફજરની નમાઝ બાદ 51 કિલોની મહાકાય કેક કટિંગ સાથે પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી કરી હતી. 

જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી અને વોર્ડ નં.12 ના યુવા અને શિક્ષિત કોંગ્રેસના નગરસેવિકા જૈનબબેન ખફી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મુસ્લિમ બિરાદરોએ કેક કટિંગ કરી એકબીજાને મીઠું મોં કરાવી ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી કરી. જયારે કેક કટિંગ કર્યા બાદ આસપાસના વિસ્તારમાં હિંદુ-મુસ્લિમ તમામ લોકોને કેકનું પ્રસાદી સ્વરૂપે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news