મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન
Mavji Patel Election Campaign : વાવની પેટાચૂંટણીના પ્રચારમાં જામ્યો રાજકીય રંગ,,,વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલે,, કહ્યું સીએમ અને ગૃહ રાજ્ય મંત્રી મને હરાવવા માટે આવ્યા,,, જો એક ટપકું તમે વધારી દીધું તો માવજી ભાઈને કોઈ નહીં રોકી શકે
Trending Photos
Vav Assembly By Election 2024 : ગુજરાતના રાજકારણમાં વાવ બેઠક પહેલેથી જ ચર્ચાસ્પદ રહી છે. જ્યારથી આ બેઠક પર ગેનીબેન ઠાકોર ચૂંટાઈને આવ્યા છે ત્યારે વાવ બેઠક વધુ ચર્ચામાં રહે છે. ગત લોકસભામાં આ બેઠક પર કોંગ્રેસનો ડંકો વાગતા રાષ્ટ્રીય સ્તરે બેઠકનું નામ ગુંજતું થયું. હવે વાવની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલની ઉમેદવારી ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોને ભારે પડે તેમ છે. માવજી પટેલ આખા વાવમાં સભા ગજવી રહ્યા છે અને જોરદાર ભાષણો કરી રહ્યાં છે. હાલ માવજી પટેલ સમગ્ર રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે માવજી પટેલને સાહેબ બનવાના અભરખા જાગ્યા છે. આજે તેમણે એક સભામાં કરેલું નિવેદન ચર્ચામાં આવ્યું છે.
મુખ્યમંત્રી પણ કહેશે કે આવો માવજીભાઈ
આજે બનાસકાંઠાના ભાભરમાં ચૂંટણી પ્રચાર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સભા યોજે તે પહેલાં માવજી પટેલે એક નિવેદનમાં કહ્યું કે, આજે મને મુખ્યમંત્રી હરાવવા આવ્યા છે. ગઈકાલે હોમ મિનિસ્ટર આવ્યા હતા. ગુજરાતના તમામ મંત્રીઓ આવી જશે. બધાય સમાજના આગેવાનો આવી જશે. જો એક ટપકું તમે વધારી દીધું તો માવજી ભાઈને કોઈ નહિ રોળી શકે. પછી મુખ્યમંત્રી પણ કહેશે કે આવો માવજીભાઈ... અધ્યક્ષ સાહેબ પણ કહેશે આદરણીય માવજીભાઈ અને હોમ મિનિસ્ટર પણ કહેશે આવો માવજીભાઈ.
માવજીભાઈની સભા આક્રમક બની
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ -કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો મતદારોને રીઝવવા ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપથી નારાજ થઈને અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલ ગામડે-ગામડે જઈને સભાઓ યોજીને આક્રમક રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. માવજી પટેલની સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોવાથી ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે.
ત્રિપાંખિયો જંગ ભાજપ-કોંગ્રેસને નડશે
વાવ બેઠક માટે કુલ 8 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સૌથી મોટી ચેલેન્જ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ છે. જેઓએ ભાજપની નારાજગીથી અપક્ષ દાવેદારી કરી. માવજી પટેલ જે રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે તે ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવારોને ભારે પડી શકે છે. જપના કદાવર નેતાઓ માવજીભાઈને 'સાહેબ' કહેશે તેવું રટણ કરી રહ્યા છે. ગુજરાતના તમામ મંત્રીઓ આવી જશે, બધા સમાજના આગેવાનો આવી જશે. જો એક ટપકું તમે વધારી દીધું તો માવજીભાઈને કોઈ નહિ રોળી શકે. પછી મુખ્યમંત્રી પણ કહેશે કે આવો માવજીભાઈ સાહેબ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે