જે કામ કોંગ્રેસ ન કરી શકી તે નરેન્દ્ર મોદીએ કરી દેખાડ્યું: નીતિન પટેલ
31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે. તો બીજીતરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમ થઈ ગયું છે.
Trending Photos
ગાંધીનગરઃ 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા માટે ગુજરાત આવી ગયા છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પણ ભાજપ પર આ મુદ્દે પ્રહાર કરી રહી છે. તો પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ આજે પત્રકાર પરિષદ યોજીને સરકારની ટીકા કરી હતી. આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનપટેલે વિરોધીઓ પર પલટવાર કર્યો છે.
નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સપનું જોયું હતું. જે 44 મહિના બાદ સાકાર થવા જઈ રહ્યું છે. 44 મહિનામાં કામ પૂર્ણ થયા બાદ 31મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી તેનું લોકાર્પણ કરવાના છે.
નીતિન પટેલે કહ્યું કે, કેટલાક લોકો ટૂંકી અને રાજકીય દ્રષ્ટિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જુએ છે. કેટલાક લોકો સરદાર, બાબા સાહેબ અને વીર સાવરકર જેવા નેતાઓને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે, જે કોંગ્રેસ ન કરી શકી તે મોદીએ કરી દેખાડ્યું છે.
તેમણે અહેમદ પટેલને પણ આડે હાથ લેતા કહ્યું કે, તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા છે. તેમણે સરદાર સાહેબનું અવમૂલ્ય ન કર્યું. તેમણે સરદાર માટે આટલી મોટી પ્રતિમાની જરૂર શું હતી આમ કહીને સરદારનું અપમાન કર્યું છે.
નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસને મોદી પસંદ નથી. જેથી 22 વર્ષથી ગુજરાતમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. તેમમે કહ્યું કે, શંકરસિંહ જે અવલોકન કરે છે તે યોગ્ય નથી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ સરકારે વારંવાર રાજવીઓનું સન્માન કરતી હોય છે. આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસ રાજવીઓની માફી માંગવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે