કોરોના થર્ડ વેવ દરમિયાન ગુજરાતનાં નાગરિકોને નહી પડે જરા પણ હાલાકી, જડબેસલાક આયોજન

કોરોના-કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા દ્વારા ‘હારશે કોરોના –જીતશે ગુજરાત’ ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારની રણનીતિ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં પ્રચાર માધ્યમો સમક્ષ મુખ્યમંત્રીએ કોરોના સંભવિત થર્ડ વેવ સામેનો રાજ્ય સરકારનો એકશન પ્લાન રજુ કર્યો હતો. 
કોરોના થર્ડ વેવ દરમિયાન ગુજરાતનાં નાગરિકોને નહી પડે જરા પણ હાલાકી, જડબેસલાક આયોજન

ગાંધીનગર : કોરોના-કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા દ્વારા ‘હારશે કોરોના –જીતશે ગુજરાત’ ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારની રણનીતિ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં પ્રચાર માધ્યમો સમક્ષ મુખ્યમંત્રીએ કોરોના સંભવિત થર્ડ વેવ સામેનો રાજ્ય સરકારનો એકશન પ્લાન રજુ કર્યો હતો. 

સંભવિત ત્રીજી વેવને આવતી અટકાવવી-તીવ્રતા ઇન્ટેસીટી ઘટાડવી અને સંભવિત આ ત્રીજી વેવમાં કેસો વધે તો સારવાર પ્રબંધનમાં પહોચી વળવા આરોગ્ય તંત્રનું ક્ષમતા વર્ધન કરવું નો બેવડો વ્યૂહ રણનીતિમાં અપનાવવા અંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું. સંભવિત ત્રીજી લહેર સામે મે મહિનાની શરૂઆતથી જ કાર્યયોજના એકશન પ્લાન ઘડવાનું આયોજન કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. 

ટાસ્ક ફોર્સ તજજ્ઞો-જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓ-મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ-સરકારી હોસ્પિટલોના તબીબો સાથે ગહન પરામર્શ કરી કોર કમિટીમાં વિશદ ચર્ચા-વિચારણાની ફલશ્રુતિ રૂપે વિસ્તૃત કાર્યયોજના-રણનીતિને આખરી ઓપ અપાયો છે. GMDC અને મહાત્મા મંદિરમાં ઊભી કરાયેલી હોસ્પિટલોની જેમ જરૂર જણાયે ટેમ્પરરી ફિલ્ડ હોસ્પિટલોની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

આગામી ત્રણ મહિનામાં રાજ્યની પ૧ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલોમાં પણ RTPCR ટેસ્ટીંગ સુવિધા ઊભી થશે. ટેસ્ટિંગ કેપેસિટી દૈનિક ૧.૨૫ લાખ કરાશે. સઘન સર્વેલન્સ-વ્યાપક ટેસ્ટીંગ સહિતના મોનિટરીંગ માટે જિલ્લા સ્તરે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરીને સી.એમ. ડેશબોર્ડ સાથે રિયલ ટાઇમ મોનિટરીંગથી જોડાશે. 

આરોગ્ય સેવાઓમાં પૂરતું માનવબળ મેનપાવર મળી રહે તે માટે આરોગ્ય કર્મીઓની ખાલી જગ્યાઓ જરૂરિયાત મુજબ ભરી દેવાશે. ઓક્સિજન બેડની સંખ્યા ૬૧ હજારથી વધારી ૧ લાખ ૧૦ હજાર કરાશે. ગુજરાત કોવિડ-19 કોરોનાની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા માટે સંપૂર્ણ સજ્જ છે. રાજ્ય સરકાર આ હેતુસર એક વિસ્તૃત અને નક્કર કાર્યયોજના એકશન પ્લાન ઘડી ‘‘હારશે કોરોના-જીતશે ગુજરાત’’ના મંત્ર સાથે કોરોનાની આવનારી સંભવિત ત્રીજી લહેર સામે પણ ફતેહ હાંસલ કરશે. એવો નિર્ધાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કર્યો છે. 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામેના રાજ્ય સરકારના એકશન પ્લાન-રણનીતિની જાહેરાત કરતાં આ નિર્ધાર વ્યકત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મૂકીમ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રીએ આ એકશન પ્લાન-રણનીતિ પ્રચાર માધ્યમો સમક્ષ જાહેર કરી હતી. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરને રાજ્ય સરકારે સઘન આરોગ્યલક્ષી પગલાંઓ, થ્રી ટી-ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની સ્ટેટ્રેજી, ફ્રન્ટલાઇન વર્કર્સ, આરોગ્ય કર્મીઓ અને જનતા જનાર્દનના સહયોગથી મહદઅંશે નિયંત્રણમાં રાખવામાં સફળતા મેળવેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news