વાછરડાને બચવવા 360 ડિગ્રી જેટલું ફરી ગયું ટેન્કર, આ Video જોઈ વધી જશે હાર્ટ બિટ

 જુનાગઢના મેંદરડામાં રોડ ઉપર ઉભા રહી ગયેલ વાછરડાને બચાવવા જતા ટેન્કરનો પણ બચાવ થયો હતો. આ અદભુત દ્રશ્ય બાજુની એક હોટલના CCTV કેદ થયું ગયું હતું. 

વાછરડાને બચવવા 360 ડિગ્રી જેટલું ફરી ગયું ટેન્કર, આ Video જોઈ વધી જશે હાર્ટ બિટ

હનીફ ખોખર/જુનાગઢ : જુનાગઢના મેંદરડામાં રોડ ઉપર ઉભા રહી ગયેલ વાછરડાને બચાવવા જતા ટેન્કરનો પણ બચાવ થયો હતો. આ અદભુત દ્રશ્ય બાજુની એક હોટલના CCTV કેદ થયું ગયું હતું. 

ઘટના સોમવારની છે, જૂનાગઢના મેંદરડાના રોડ ઉપર એક વાછરડું ઉભું રહી ગયું હતું. ત્યારે તાલાલા તરફથી પુરપાટ ઝડપે એક દૂધનું ટેન્કર આવી રહ્યું હતું. પરંતુ અચાનક જ ટેન્કરને જોઈને વાછરડાએ ભયભીત બની રોડ ક્રોસ કરવા જતા ટેન્કર એકદમ નજીક આવી ગયું હતું. પરંતુ ટેન્કરના ડ્રાયવર અભય જાડેજા દ્વારા વાછરડાને બચાવવા માટે જાનની પરવા કર્યા વગર ઈમરજન્સી બ્રેક મારી હતી. બ્રેક મારતા જ ટેન્કર બેકાબુ બને તે પહેલાજ ડ્રાઈવરે કાબુ મેળવવા પ્રયાસ કર્યો અને ટેન્કર પલ્ટી મારતા પણ બચાવ્યું હતુ. આખે આખું ટેન્કર સ્લીપ મારીને બિલકુલ ઉલ્ટી દિશામાં ફેરવાઈ ગયું હતું. આ આખું અદભૂત દ્રશ્ય CCTV કેમેરામાં કેદ થઇ ગયું છે. CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ટેન્કરના ડ્રાઈવર અભય જાડેજા દ્વારા કેવી રીતે વાછરડાને બચાવવાનું અને ટેન્કરને પલ્ટી મારતું બચાવી પોતાનો પણ આબાદ બચાવ કરી શક્યા છે. 

ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ટેન્કરો જ્યારે ભરેલા હોય અને પુરપાટ વેગે જતા હોય છે ત્યારે બ્રેક મારવી એટલે સામેથી મોતને ભેટવા જેવું હોય છે. તેથી ટેન્કરના ડ્રાઈવરો સામે આવતા જાનવરોને ઉડાડી દેતા હોય છે. પરંતુ એક વાછરડાને બચાવવા માટે અભય જાડેજા નામના ડ્રાઈવરે પોતાના જીવ કે ટેન્કરની પરવા કર્યા વગર આ પ્રકારની જોખમી બ્રેક મારી. તેમજ પોતાની આવડતથી વાછરડા અને પોતાનો જીવ બચાવવાની અદભુત ઘટના બની છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચારેતરફ વાઇરલ થયો છે.    
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news