ગુજરાતની આ હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને અપાઈ રહી છે સારવાર

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ અનેકો વખત વિવાદમાં આવતી હોય છે. વધુ એક વખત હોસ્પિટલ વિવાદમાં આવી હતી.. સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં બેડની અછતના હોવાથી 8 માં માળે દર્દીઓને નીચે સુવડાવામાં આવ્યા હતા.

ગુજરાતની આ હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને અપાઈ રહી છે સારવાર

પ્રશાંત ઢીવરે/સુરત:સુરત શહેરમાં ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી રહી છે.સીવીલ હોસ્પિટલમાં બેડની અછત હોવાથી દર્દીઓને નીચે સુવડાવીને સારવાર આપવામાં આવતી હોવના ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ પ્રસારિત કર્યા સિવિલ તંત્ર દોડતું થયું છે. 

TB વોર્ડમાં નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહેલા તમામ દર્દીઓને બેડની સુવિધા પૂરી પાડવામાં આવી છે. બેડની અછત સર્જાતા દર્દીઓને જમીન ઉપર સુવડાવવામાં આવ્યા હતા.કિડની બિલ્ડિંગમાં આવેલ TB વોર્ડમાં 9 જેટલા દર્દીઓને નીચે સુવડાવવામાં આવ્યા હતા. આ સુવિધા વચ્ચે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. ZEE 24 કલાકનાં અહેવાલ બાદ દર્દીઓને તંત્ર દ્વારા બેડની સુવિધા પૂરી પાડવામાં આવતા પરિવારેઝી જી 24 કલાકનો આભાર માન્યો છે. 

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ અનેકો વખત વિવાદમાં આવતી હોય છે. વધુ એક વખત હોસ્પિટલ વિવાદમાં આવી હતી.. સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં બેડની અછતના હોવાથી 8 માં માળે દર્દીઓને નીચે સુવડાવામાં આવ્યા હતા. આઠમા માળે TB વોર્ડમાં દર્દીઓને દાખલા કરવામાં આવ્યા છે.વોર્ડમાં 9 જેટલા દર્દીઓને બેડની અછતના કારણે નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી હતી.

દક્ષિણ ગુજરાતની એટલી મોટી ગણાતી હોસ્પિટલની જ આવી સ્થિતિ જોવા મળી હતી. ઝી 24 કલાકની ટીમે તાત્કાલિક દર્દીઓની પીડા જાણીને અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ પ્રસાદ કર્યા બાદ સિવિલ તંત્ર દોડતું થયું હતું. જમીન પર સુવડાવીને સારવાર આપી રહેલા દર્દીઓને તાત્કાલિક બેડની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. વોર્ડની અંદર ગણતરીના જ સમયમાં નવા બેડ મૂકી દેવામાં આવ્યા હતા.જમીન પર સુવીને સારવાર લઈ રહેલા દર્દીઓને બેડ પર સારવાર આપવામાં આવી હતી. 

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં અનેકો વખત દર્દીઓને હાલાકી વેઠવી પડે છે.હાલ નવી સિવિલ હોસ્પિટલનાં 8 માં માળે TB વોર્ડમાં બેડની અછતના કારણે દર્દીઓને નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી હતી. Zee 24 કલાકના અહેવાલ બાદ તંત્રએ જાગીને તમામ દર્દીઓને બેડીની સુવિધા પૂરી પાડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news