ભરૂચમાંથી ઝડપાઈ 31 કરોડની આ વસ્તું! અમદાવાદથી દહેજ નહીં આફ્રિકા સુધી ખૂલ્યું કનેક્શન

દહેજમાં આવેલ ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં રેડ પાડી ટ્રામાડોલ ટેબલેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલનો 1410 લીટર ગેરકાયદેસર જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.

ભરૂચમાંથી ઝડપાઈ 31 કરોડની આ વસ્તું! અમદાવાદથી દહેજ નહીં આફ્રિકા સુધી ખૂલ્યું કનેક્શન

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત એટીએસે બાતમીના આધારે ભરૂચના દહેજમાં આવેલ ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં રેડ પાડી ટ્રામાડોલ ટેબલેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલનો 1410 લીટર ગેરકાયદેસર જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ જથ્થો 31 કરોડનો છે. 

ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા બે દિવસથી ભરૂચ જિલ્લાના દહેજ જોલવા ખાતે આવેલી જીઆઇડીસીનીમાં એલેન્સ ફાર્મા કંપનીમાં રેડની કાર્યવાહી ચાલી રહી હતી. રેડ ની કાર્યવાહીના અંતે ગુજરાત એટીએસને એલેન્સ ફાર્મા કંપનીમાંથી ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહીનો 1410 લીટર ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થ ની કિંમત 31 કરોડ થવા પામી છે. સમગ્ર બનાવ બાબતે ગુજરાત એટીએસ દ્વારા ફરિયાદ નોંધી એલેન્સ ફાર્મા કંપનીના કેમિસ્ટ કમ ઓપરેટર સહિત વર્કિંગ પાર્ટનર પંકજ રાજપુતની ધરપકડ કરી તેની પ્રાથમિક પૂછપરછ કરતા નિખિલ કપુરીયાની સંડોવણી સામે આવતા નિખિલ કપુરીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. 

ગુજરાત એટીએસ દ્વારા આરોપી પંકજ રાજપુતની પૂછપરછમાં કરતા સામે આવ્યું હતું કે આ પ્રવાહીનો જથ્થો પંકજ રાજપુત અને નિખિલ કપુરીયા ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે ટ્રામાડોલ API માટે સંગ્રહ કર્યો હતો. નિખિલ અને પંકજ ટ્રામાડોલ API બનાવવા માટે જરૂરી રો-મટીરીયલ અને કેમિકલ અમદાવાદના સરખેજમાં આવેલી શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકડીયાને પ્રોસેસિંગ માટે આપતા હતા. પ્રોસેસિંગ થયા બાદ ટ્રામાડોલ API નિખિલ કપુરીયા અને પંકજ રાજપૂત દ્વારા હર્ષદ કુકડીયાને સરખેજ ખાતે મોકલી આપતા હતા. જોકે હર્ષદ કુકડીયાનું નામ સામે આવતા હર્ષદ કુકડીયાની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે. હર્ષદ કુકડીયાની પૂછપરછમાં સામે આવ્યું કે હર્ષદ કુકડીયા કેવલ ગોંડલીયા નામના વ્યક્તિના સંપર્કમાં હતો. હર્ષદ કુકડીયા ગેરકાયદેસર રીતે અંકલેશ્વર ખાતે પંકજ રાજપુત અને નિખિલ કપુરીયા પાસેથી API તૈયાર કરાવી કેવલ ગોંડલીયાને સપ્લાય કરતો હતો.

અંકલેશ્વરથી અમદાવાદ સુધીની પ્રક્રિયામાં તૈયાર થતી ટ્રામાડોલ ટેબલેટનું ઉત્પાદનથી પેકેજીંગ સુધીની તમામ પ્રક્રિયા કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલ નામના વ્યક્તિના કહેવાથી કરવામાં આવતી હતી. કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલની સૂચનાથી છત્રાલ ખાતે આવેલી ડીનાકોર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના માલિક આનંદ પટેલ અને અંકિત પટેલ દ્વારા કરવામાં આવતી હતી. જે બાદ ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલ દ્વારા આગળ આપવામાં આવતો હતો.

મહત્વનું છે કે એટીએસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ગત તારીખ 28 જુલાઈના દિવસે મુન્દ્રા બંદરે કસ્ટમ વિભાગ દ્વારા એક શંકાસ્પદ એક્સપોર્ટ કન્ટેનરને સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર રીતે પશ્ચિમ આફ્રિકા દેશો સીએરા લિયોન અને નાઈજર ખાતે એક્સપોર્ટ થનારી 110 કરોડની કિંમતની 68 લાખ ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો મળી આવ્યો હતો. ટેબલેટનો જથ્થો આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીએ જ બનાવીને આફ્રિકાની કન્ટ્રીમાં મોકલવાનું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news