મુકેશ અંબાણીનો પગાર ઝીરો, ત્રણેય બાળકો લે છે મોટી 'સિટિંગ ફી', કેટલો છે નીતા અંબાણી પગાર?

એશિયાના સૌથી ધનીક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી કંપનીમાંથી કોઈ પગાર લેતા નથી. એટલે કે તે વેતન તરીકે કોઈ રૂપિયા લેતા નથી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે છેલ્લા ચાર વર્ષમાં મુકેશ અંબાણીએ કોઈ પગાર લીધો નથી. 
 

 મુકેશ અંબાણીનો પગાર ઝીરો, ત્રણેય બાળકો લે છે મોટી 'સિટિંગ ફી', કેટલો છે નીતા અંબાણી પગાર?

Mukesh Ambani Salary: એશિયાના સૌથી ધનીક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનો પગાર ઝીરો છે. તે વેતન તરીકે એક રૂપિયો પણ લેતા નથી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે છેલ્લા ચાર વર્ષથી મુકેશ અંબાણીએ કોઈ પગાર લીધો નથી. પરંતુ તેમના પુત્ર અને નીતા અંબાણી બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ હોવા માટે એક સિટિંગ ફી અને કમીશન લે છે. 

કેમ પગાર નથી લેતા મુકેશ અંબાણી
મુકેશ અંબાણી નાણાકીય વર્ષ 2008-09થી લઈને 201920 સુધી 15 કરોડ રૂપિયા વાર્ષિક પગાર લેતા હતા. વર્ષ 2020માં કોવિડ દરમિયાન કંપની પર આર્થિક દબાવ ઘટાડવા માટે તેમણે પગાર ન લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેમની કંપની અને તેમના બધા કારોબાર સંપૂર્ણ રીતે પોતાની કમાણીની ક્ષમતા પર પરત નહીં આવે ત્યાં સુધી પગાર લેશે નહીં. રિલાયન્સના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન પણ મુકેશ અંબાણીએ પગાર લીધો નથી.  મુકેશ અંબાણીના પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભો પર કોઈ રકમ ખર્ચવામાં આવી નથી. જો કે, તેણે કેટલાક ખર્ચ માટે વળતર મેળવવાનું ચાલુ રાખ્યું. ગયા વર્ષે મુકેશ અંબાણીને બિઝનેસ ટ્રાવેલ, ફૂડ, ફોન ખર્ચ, કાર વગેરે માટે રિઇમ્બર્સમેન્ટ મળ્યું હતું. આ સિવાય કંપની તેમનો અને તેમના પરિવારનો ખર્ચ પણ ઉઠાવે છે.

આકાશ, ઈશા અને અનંત અંબાણીને મળે છે આટલી ફી
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ઓગસ્ટ 2023 સુધી કંપનીના બોર્ડમાં હતા. તેમને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકની ફી તરીકે 2 લાખ રૂપિયા અને કમીશન તરીકે 97 લાખ રૂપિયા મળ્યા. તો ત્રણ બાળકો આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણીને બેઠકની ફી તરીકે 4-4 લાખ રૂપિયા અને કમીશન તરીકે 97-97 લાખ રૂપિયા મળ્યા હતા.

મુકેશ અંબાણીથી વધુ કર્મચારીનો પગાર
મુકેશ અંબાણીના પિતરાઈ ભાઈ નિકિહિલ અને હિતલ મેસવાનીનો પગાર 25 કરોડ રૂપિયા હતો. જેને વધારી 25.31 કરોડ રૂપિયા અને 25.42 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ સિવાય નાણાકીય વર્ષ 2023-24માં રિલાયન્સના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર પીએમએસ પ્રસાદનો પગાર વધી 17.93 કરોડ રૂપિયા થઈ ગયો હતો. 

રિલાયન્સમાં કોની કેટલી ભાગીદારી
મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 109 અબજ ડોલર છે. મુકેશ અંબાણી અને તેમના પરિવાર એટલે કે નીતા અંબાણી, આકાશ અંબાણી, ઈશા અંબાણી અને કોકિલાબેનની પાસે રિલાયન્સની 50.33 ટકા ભાગીદારી છે. પગાર ન લેનાર મુકેશ અંબાણી માત્ર ડિવિડેન્ડથી મોટી કમાણી કરે છે. પાછલા વર્ષે કંપનીએ 10 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડ આપ્યું હતું, જેનાથી અંબાણી પરિવારને આશરે 3322.7 કરોડ રૂપિયા મળ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news