ગુજરાતના આ ખારા પટ વિસ્તારમાં નિકળ્યું મીઠું પાણી, લોકોએ કરી પૂજા

વાઢીયાર પંથકના ખારા પટ વિસ્તારમાં જ્યાં હંમેશા ખારું પાણી આવે છે. ત્યાં મીઠા પાણીનું ઝરણું નીકળતા આજુબાજુના પંથકમાં ભારે આશ્ચર્ય સાથે શ્રદ્ધાનો વિષય ઉભો થવા પામ્યો છે. ગ્રામજનો આ મીઠા પાણીના વધામણાં કરી પૂજા અર્ચના કરી આચમન કરી પોતાની તરસ છુપાવી રહ્યા છે. અને પ્રસાદી રૂપી પાણી ભરી લઇ જાય છે.
 

ગુજરાતના આ ખારા પટ વિસ્તારમાં નિકળ્યું મીઠું પાણી, લોકોએ કરી પૂજા

પ્રેમલ ત્રિવેદી/પાટણ: વાઢીયાર પંથકના ખારા પટ વિસ્તારમાં જ્યાં હંમેશા ખારું પાણી આવે છે. ત્યાં મીઠા પાણીનું ઝરણું નીકળતા આજુબાજુના પંથકમાં ભારે આશ્ચર્ય સાથે શ્રદ્ધાનો વિષય ઉભો થવા પામ્યો છે. ગ્રામજનો આ મીઠા પાણીના વધામણાં કરી પૂજા અર્ચના કરી આચમન કરી પોતાની તરસ છુપાવી રહ્યા છે. અને પ્રસાદી રૂપી પાણી ભરી લઇ જાય છે.

પાટણ જિલ્લાના વાઢીયાર પંથકમાં જ્યાં દુષ્કાળની પરિસ્થિતિ સામે લોકો ઝઝુમી રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં ખારા પાણી પી દિવસો ગુજારી રહ્યા છે. ત્યારે આવા સમી તાલુકાના ગોધાણાં-બાબરી વચ્ચે આવેલ કચ્છના નાના રણમાં મીઠા પાણીનું ઝરણું નીકળતા લોકોમાં આશ્ચર્ય ઉભું થવા પામ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો લોક વાયકા મુજબ 35 વર્ષ પહેલા આ મીઠા પાણીનું ઝરણું નીકળ્યું હતું.

સમી તાલુકાના ગોધાણાં-બાબરી વચ્ચે આવેલ કચ્છના નાના રણમાં મીઠા પાણીનું ઝરણું નીકળતા લોકોમાં આશ્ચર્ય ઉભું થવા પામ્યું છે. અને મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો આ સ્થળે આવે છે. અને શ્રદ્ધાથી પૂજા અર્ચના કરી આ મીઠા પાણી પીવે છે. અને પ્રસાદી રૂપી પાણી ઘરે લઈ જાય છે પણ આ દુષ્કાળ ની સ્થિતિ માં પાણી મળતાં રાહત થવા પામી છે.

વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય, રાજ્યના કોઇ પણ આરટીઓમાં થશે લાઇસન્સ રિન્યુ

ગોધણાના ગ્રામજનો સહિતના ગામોમાં છેલ્લા ઘણા સમયથી લોકો ખારું પાણી પી રહ્યા છે ત્યારે ખારા પટના રણમાં એકા એક મીઠું પાણી નિકળતા લોકો આ પાણીને ગંગાજીનું પાણી માની તેને વધાવી પ્રસાદી રૂપે ઘરે લઇ જાય છે. તો બીજી તરફ આ મીઠું પાણી લોક ઉપયોગી પણ બનવા પામ્યું છે. એટલે જ કહેવાય છે કે જ્યાં શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી તે કહેવત આ ઘટના પરથી સાબિત થાય છે.

હાલ તો આ મીઠા પાણીનું ઝરણું જમીન માંથી એકા એક વહેતુ થવા પામ્યું છે. અને લોકો આ પાણીને જોવા અને વધાવવા આવી રહ્યા છે. તેમાં પણ લોકોની શ્રદ્ધા રહેવા પામી છે. તો સાથે આ મીઠું પાણી મળવાના કારણે આસપાસના લોકો અને પશુઓને કાંઈક અંશે રાહત મળવા પામી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news