મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લવ્સ પર સેનાનો ખાસ લોગો, ICC બોલ્યું- પહેરશો નહીં

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની આ કારણે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રસંશા થઈ રહી છે, પરંતુ આઈસીસીના વિચાર અને નિયમ અલગ છે. ધોનીને 2011માં પેરાશૂટ રેજિમેન્ટમાં લેફ્ટિનેન્ટ કર્નલની માનદ ઉપાધી મળી હતી. 
 

મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લવ્સ પર સેનાનો ખાસ લોગો, ICC બોલ્યું- પહેરશો નહીં

દુબઈઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વર્તમાન ટીમના વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીને આઈસીસીએ મોટો ઝટકો આપ્યો છે. આઈસીસીએ ધોનીને પોતાના ગ્લબ્સમાં 'બલિદાન બેજ'નું નિશાન હટાવવાનું કહ્યું છે. 

હકીકતમાં ધોનીએ પેરા સ્પેશિયલ ફોર્સને સન્માન આપવા માટે એક અનોખી રીત અપનાવી હતી. તેણે આફ્રિકા વિરુદ્ધ બુધવારે રમાયેલી મેચ દરમિયાન 'બલિદાન બેજ'ના નિશાન વાળા ગ્લવ્સ પહેર્યા હતા જે આઈસીસીએ કહ્યાં બાદ તેણે ઉતારવા પડશે. 

કેપ્ટન કૂલના મોજા પર જ્યારે કેમેરાની નજર પડી તો તેના પર આર્મીનો આ ખાસ બૈઝ લાગેલો હતો. ધોનીએ જ્યારે એન્ડિલે ફેહલુકવાયોને ચહલના બોલ પર સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે ફરી સેનાનો આ ખાસ લોગો પણ જોવા મળ્યો હતો. જ્યારે ધોનીના ગ્લબ્સ પર ખાસ ફોર્સના ખંજર વાળો લોગો કેમેરા પર છવાયો તો તેને ફેન્સમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

તેના ગ્લવ્સ પર દેખાયેલા આ અનોખા નિશાન (પ્રતિક ચિન્હ)નો દરેક કોઈ ઉપયોગ ન કરી શકે. આ બેજ પેરા-કમાન્ડો લગાવે છે. આ બેજને 'બલિદાન બેજ'ના નામથી જાણવામાં આવે છે. 

શું છે બલિદાન બેજ?
પેરાશૂટ રેજિમેન્ટના વિશેષ દળોની પાસે તેના અલગ બેજ હોય છે, જેને બલિદાનના રૂપમાં ઓળખવામાં આવે છે. આ બેજમાં બલિદાન શબ્દને દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યો છે. આ બેજ ચાંદીની ધાતુથી બનેલો હોય છે, જેમાં ઉપરની તરફ પ્લાસ્ટિકનું લંબચોરસ હોય છે. આ બેજ માત્ર પેરા-કમાન્ડો દ્વારા પહેરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news