ચોંકાવનારું તથ્ય! ગુજરાતમાં અચાનક કેમ વધી ગયું કફ સીરપનું વેચાણ, દૈનિક વેચાણનો આંકડો જાણી લાગશે 440 વોટનો ઝાટકો!

ડબલ ઋતુ થવાના કારણે લોકોમાં શરદી ઉધરસની સીરપનું વેચાણ વધ્યું છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં દૈનિક 50 હજારથી વધુ કફ સીરપનું વેચાણ થઈ રહ્યું છે. વાતાવરણમાં પલટાના કારણે શરદી ઉધરસના કેસ વધતાં આરોગ્ય વિભાગ પણ સચેત થઈ ચૂક્યું છે. 

ચોંકાવનારું તથ્ય! ગુજરાતમાં અચાનક કેમ વધી ગયું કફ સીરપનું વેચાણ, દૈનિક વેચાણનો આંકડો જાણી લાગશે 440 વોટનો ઝાટકો!

અતુલ તિવારી/અમદાવાદ: સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ડબલ ઋતુના કારણે લોકો બિમાર પડી રહ્યા છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યભરમાં કમોસમી વરસાદ વચ્ચે કફ સીરપના દૈનિક વેચાણમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેનું કારણ બેવડી ઋતુ છે. 

ડબલ ઋતુ થવાના કારણે લોકોમાં શરદી ઉધરસની સીરપનું વેચાણ વધ્યું છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં દૈનિક 50 હજારથી વધુ કફ સીરપનું વેચાણ થઈ રહ્યું છે. વાતાવરણમાં પલટાના કારણે શરદી ઉધરસના કેસ વધતાં આરોગ્ય વિભાગ પણ સચેત થઈ ચૂક્યું છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યભરમાં કફ સીરપના દૈનિક વેચાણમાં ધરખમ વધારો થતાં ચર્ચાનો વિષય બન્યો છે. સતત બદલાતા હવામાન તેમજ બેવડી ઋતુને કારણે કફ સીરપનું વેચાણ વધ્યું છે. રાજ્યમાં દૈનિક 50 હજારથી વધુ કફ સીરપનું વેચાણ થઈ રહ્યું છે. માર્ચ મહિનાથી સતત બદલાતા વાતાવરણને કારણે શરદી-ઉધરસ સહિત કેસો વધતા રહ્યા છે.

રાત્રીના સમયે તાપમાન 20-25 ડિગ્રી જ્યારે બપોરના સમયે તાપમાન 40-42 ડિગ્રી અનુભવતા અનેક લોકો શરદી-ઉધરસના શિકાર થતા રહ્યા છે. માવઠાને કારણે પણ લોકોમાં શરદી ઉધરસના કેસમાં વધારો જોવા મળ્યા છે. કફ સીરપનાં વેચાણમાં છેલ્લા બે મહિનામાં વધારો થયો છે, ત્યારે દૈનિક વેચાણ 50 હજાર પર જઈ પહોંચ્યું છે.

કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જશવંત પટેલે આ વિશે જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદથી સારવારને લઈને લોકોમાં અવેરનેસ વધી ગઈ છે પરંતુ સતત બદલાતી ઋતુઓ અને હવામાનને કારણે ગત વર્ષ કરતા આ વર્ષે 5% નો વધારો નોંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news