ટેસ્ટમાં ફેલ થઈ 48 દવાઓ.. શું તમે પણ આ દવાઓનો કરી રહ્યા છો ઉપયોગ? કરી લેજો ચેક

તમામ ડ્રગ ઈન્સ્પેક્ટરને ફાર્મા કંપનીઓની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ટેસ્ટમાં નિષ્ફળ ગયેલી દવાઓને બજારમાંથી પાછી ખેંચી લેવાની પણ વાત થઈ છે.

 ટેસ્ટમાં ફેલ થઈ 48 દવાઓ.. શું તમે પણ આ દવાઓનો કરી રહ્યા છો ઉપયોગ? કરી લેજો ચેક

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના તપાસ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં 48 દવાઓના સેમ્પલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ફેલ થયા છે. આ દવાઓમાં હાર્ટ ડિસીઝમાં વપરાતી દવા પણ સામેલ છે. મળતી માહિતી મુજબ, ગયા મહિને દવાઓના કુલ 1497 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 48 દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ નથી.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના તપાસ રિપોર્ટમાં ઉત્તરાખંડમાં બનેલી 14 દવાઓનો સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશમાં 13 દવાઓ, કર્ણાટકમાં 4, હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં 2-2 અને ગુજરાત, મધ્ય પ્રદેશ, સિક્કિમ, જમ્મુ અને પુડુચેરીની પણ 1-1 મેડિસીનનો સમાવેશ થાય છે.

Lycopene Mineral Syrup 
CDSCO ના રિપોર્ટ અનુસાર, આ દવાઓમાં Lycopene Mineral Syrup જેવી દવાઓ પણ સામેલ છે, જેનો ઉપયોગ લોકો મોટી માત્રામાં કરે છે. આ સિવાય વિટામીન સી ઈન્જેક્શન, ફોલિક એસિડ ઈન્જેક્શન, આલ્બેન્ડાઝોલ, કૌશિક ડોક-500, નિકોટીનામાઈડ ઈન્જેક્શન, એમોક્સાનોલ પ્લસ અને અલ્સીફ્લોક્સ જેવી દવાઓ પણ છે. આ દવાઓનો ઉપયોગ વિટામિનની ઉણપને દૂર કરવા, હાઈ બીપીને નિયંત્રિત કરવા, એલર્જી અટકાવવા, એસિડ કન્ટ્રોલ અને ફૂગના ચેપને દૂર કરવા માટે થાય છે. આ દવાઓમાં એક જાણીતી કંપનીની ટૂથપેસ્ટ પણ ફેલ જોવા મળી છે, જેનો લોકો ખૂબ ઉપયોગ કરે છે.

બજારમાંથી પાછી ખેંચી લેવા જણાવ્યું 
જે દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ છે તેને લઈને ફાર્મા કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. તમામ દવા નિરીક્ષકોને ફાર્મા કંપનીઓની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ટેસ્ટમાં નિષ્ફળ ગયેલી દવાઓને બજારમાંથી પાછી ખેંચી લેવાની પણ વાત થઈ છે. સીડીએસસીઓ દ્વારા દર થોડા મહિને વિવિધ ફાર્મા કંપનીઓની દવાઓના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવે છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 50 જેટલી દવાઓ ફેલ થઈ હતી. તેમાં એન્ટિબાયોટિક દવાઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો:
વિદ્યાર્થીઓના હિતમાં મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આ મહત્વની પોલિસીને પણ મળી મંજૂરી
સ્કૂલ, કોલેજમાં ઘણી વાર ફેલ, 32 નોકરીઓમાં રિજેક્ટ, બનાવી એક અબજ ડોલરની કંપની
KKR vs RCB: સતત ચાર મેચ હાર્યા બાદ કોલકત્તાને મળી જીત, બેંગલોરને 21 રને પરાજય આપ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news