શક્તિપીઠ અંબાજીમાં ફરી દાનની સરવાણી વહી! એક માઈભક્તે આપ્યું 1 કિલો સોનાનું દાન
ધોળકા તાલુકાના બદરખા ગામના ભક્તો સંઘ લઈને અંબાજી આવ્યા, સંઘના ભક્તો એ 1 કિલો સોનું સુવર્ણ શિખર માટે ભેટ આપ્યુ છે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં નાના મોટા 358 લાગેલા છે એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે અને દાન ભેટ પણ આપી રહ્યાં છે. ત્યારે હાલમા દિવાળીનાં તહેવાર નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. સંઘ સાથે ધજા લઈને માતાજીનાં દર્શન કરી રહ્યા છે ત્યારે આજે ધોળકા તાલુકાના બદરખા ગામના 100 જેટલા ભક્તો સંઘ લઈને અંબાજી આવ્યા હતા. અંબાજી ખાતે તેમને માતાજીના ગરબા રમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી.
અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં સૌથી મોટું ગણાઈ રહ્યું છે. અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર અડધા ભાગ સુધી સોનાથી બનવા પામેલ છે અંબાજી મંદિર સુવર્ણ શિખર બનાવવા માટે માઈ ભક્તો ભારે આસ્થા સાથે સોનું દાન આપી રહ્યા છે, ત્યારે બદરખા ગામના માઇ ભક્તે પોતાની મનોકામના પૂર્ણ થતા અંબાજી મંદિર ખાતે સંઘ લઈને પહોંચ્યા હતા. જ્યાં તેમને એક દિવસ સોનુ ભેટ આપ્યુ હતુ. અંબાજી મંદિરમાં અત્યાર સુધી અનેક ભક્તોએ સુવણ શીખર માટે સોનુ ભેટ આપ્યું છે, ત્યારે હજુ પણ ભક્તો સુવર્ણ શિખર માટે સોનુ ભેટ આપી રહ્યા છે.
ભૂખે કો અન પ્યાસે કો પ્યાની આ છે સંસારની કહાની કહેવતને સાર્થક કરતા ભક્તો દાનવીરો જોવા મળી રહ્યા છે, ત્યારે બદરખા ગામના માઇ ભક્તે અંબાજી મંદિરમાં એક કિલો સોનું સુવર્ણ શિખર માટે ભેટ આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે