આપ ગુજરાતમાં પ્રચાર કરે અને ખર્ચો પંજાબની પ્રજા ભોગવે? ભગવંત માને લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો
ભગવંત માનને ગુજરાતના પ્રચાર માટે જવું પંજાબ સરકારને ખુબ જ મોંઘુ પડ્યું છે. નાગરિક ઉડ્યન વિભાગને મુખ્યમંત્રી ભગવંત માનના 1થી 3 એપ્રીલ વચ્ચે ગુજરાતની મુલાકાત માટે ગુજરાતની મુલાકાત માટે ભાડે લીધેલા વિમાનનો 44.85 લાખ રૂપિયા કરતા વધારે બિલ પ્રાપ્ત થયો છે. 1થી 3 એપ્રીલ વચ્ચે ભગવંત માન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) સુપ્રીમોની સાથે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ગુજરાતમાં આગામી ડિસેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી છે. બંન્નેએ અહીં ગુજરાતમાં પાર્ટીના પ્રચાર અભિયાનનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.
Trending Photos
અમદાવાદ : ભગવંત માનને ગુજરાતના પ્રચાર માટે જવું પંજાબ સરકારને ખુબ જ મોંઘુ પડ્યું છે. નાગરિક ઉડ્યન વિભાગને મુખ્યમંત્રી ભગવંત માનના 1થી 3 એપ્રીલ વચ્ચે ગુજરાતની મુલાકાત માટે ગુજરાતની મુલાકાત માટે ભાડે લીધેલા વિમાનનો 44.85 લાખ રૂપિયા કરતા વધારે બિલ પ્રાપ્ત થયો છે. 1થી 3 એપ્રીલ વચ્ચે ભગવંત માન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) સુપ્રીમોની સાથે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ગુજરાતમાં આગામી ડિસેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી છે. બંન્નેએ અહીં ગુજરાતમાં પાર્ટીના પ્રચાર અભિયાનનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.
ભટીંડાના રહેવાસી હરમિલાપ સિંહ ગરેવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી એક આરટીઆઇના પરિણામે આ ખર્ચ અંગેનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. હરમિલાપે ભગવંત માનની ગુજરાત અને હિમાચલ પ્રદેશની યાત્રાઓના ખર્ચ અંગેની રકમનો અહેવાલ માંગ્યો હતો. રાજ્ય નાગરિક ઉડ્યન વિભાગે તેનો જવાબ આપ્યો હતો કે, 1થી 3 એપ્રીલ વચ્ચે ભગવંત માને ભાડે ચોપર ખરીદ્યું હતું. વિભાગને તેના માટે 44,85,967 રૂપિયાનું બિલ ચુકવ્યું હતું. હિમાચલ મુલાકાત અંગે આરટીઆઇના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, તેમને રાજ્ય સરકારના હેલિકોપ્ટરથી 6 એપ્રીલે પહાડી રાજ્યની મુલાકાત કરી હતી. હેલીકોપ્ટરની વ્યક્તિગત યાત્રા પર થનારા ખર્ચની માહિતીનહોતી ચાલી શકી.
(RTI ના જવાબમાં સામે આવી ચોંકાવનારી માહિતી)
પાર્ટી પ્રચાર માટે સરકારી ખજાનામાંથી પ્રચાર
ગ્રેવાલે કહ્યું કે, સત્તામાં આવતા પહેલા માન તત્કાલીન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચત્રીનો પંજાબની અંદર તેમના હેલિકોપ્ટર ઉપયોગ માટે ઉપહાસ કરતા હતા, પરંતુ હવે તેઓ બીજા રાજ્યની યાત્રા માટે ખાનગી જેટ ભાડે લે છે. તેમનું ગુજરાત અને હિમાચલની મુલાકાત સંપુર્ણ રીતે પાર્ટીના પ્રચાર માટે હતું અને તેનો ખર્ચ રાજ્ય સરકારનાં કામકાજ અથવા તો પંજાબના લાભ સાથે કોઇ જ લેવા દેવા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે