દિવાળીના ઢોલ વાગ્યા, બજારોમાં ભારે ભીડ: અમદાવાદ ટ્રાફિક પોલીસે ઘડ્યો એક્શન પ્લાન
Ahmedabad Traffic Department: શહેર પોલીસની સાથે સાથે ટ્રાફિક પોલીસની મદદ રહેશે. બજારમાં વધુ ભીડ હોવાથી પોલીસ સાથે ટ્રાફિક પોલીસ પણ તહેનાત રખાશે, ત્યારે શી ટીમની સાથે સાથે તમામ ટ્રાફિકના જવાનોને રખાશે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: દિવાળીના તહેવારને લઇને અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ચુકી છે. દિવાળીના તહેવારને લઇને અમદાવાદ ટ્રાફિક પોલીસના જેસીપી મયંકસિંહ ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તહેવારના દિવસોમાં લોકોને રોડ રસ્તા પર ટ્રાફિકનો સામનો ન કરવો પડે તેને લઇને એક સ્પષ્ટ અને સરસ એક્શન પ્લાન બનાવી લીધો છે. જેમાં ટ્રાફિક વિભાગમાં સોમવારથીથી 500 જેટલા નવા હોમગાર્ડ ભરતી કરવામાં આવી રહ્યા છે, લઈ રહ્યા છીએ 500 ટ્રાફિક બ્રિગેડ છે અને તાલીમમાં રહેલા 700 ટ્રાફિક બ્રિગેડને પણ પોસ્ટિંગ આપી પોલીસ સ્ટેશન ફાળવી દેવાના છે.
શહેર પોલીસની સાથે સાથે ટ્રાફિક પોલીસની મદદ રહેશે. બજારમાં વધુ ભીડ હોવાથી પોલીસ સાથે ટ્રાફિક પોલીસ પણ તહેનાત રખાશે, ત્યારે શી ટીમની સાથે સાથે તમામ ટ્રાફિકના જવાનોને રખાશે. શહેરની મહત્વની જગ્યા પર એટલે કે મોલ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન મેટ્રો સ્ટેશન અને ભીડભાડ વાળી જગ્યા પર ખાસ પોલીસ રખાશે. ખરીદી કરવા નીકળેલ બહેનોની સલામતી જળવાય એટલા માટે ખાનગીમાં પોલીસ બહેનો પણ રહેનાર છે.
પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 70 જેટલા હોક બાઇક રખાશે. જે અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. પીસીઆર વાન પણ ટ્રાફિકના સંચાલનમાં મદદરૂપ થશે. 14 ક્રેઇન તમામ રોડ ઉપર ટ્રાફિકજામ થાય ત્યાં રહેશે. સોશ્યલ મીડિયા પર પણ પોલીસ એક્ટિવ રહેશે.
જુઓ આ પણ વીડિયો:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે