ગાંધીનગર મનપાની બે મહિલા કોર્પોરેટરના પતિઓ વચ્ચે વિખવાદ, વોટ્સએપ ચેટના સ્ક્રીન શોર્ટ થયા વાયરલ

ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 9 ના બે મહિલા કોર્પોરેટરના પતિઓના વિખવાદ અંગેના વોટ્સએપ ચેટના સ્ક્રીન શોર્ટ વાયરલ થયા છે. મનપાના વોર્ડ નંબર 9 ના અલ્પાબેન કૌશિકભાઈ પટેલ અને શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી મહિલા કોર્પોરેટર તરીકે ફરજ બજાવે છે

ગાંધીનગર મનપાની બે મહિલા કોર્પોરેટરના પતિઓ વચ્ચે વિખવાદ, વોટ્સએપ ચેટના સ્ક્રીન શોર્ટ થયા વાયરલ

હિતલ પારેખ, ગાંધીનગર: ગાંધીનગર મહાનગર પાલિકા અને ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ગાંધીનગર મનપાના કોર્પોરેટરોના વોટ્સએપ ગ્રુપમાં બે મહિલા કોર્પોરેટરના પતિઓના અંદરો અંદરના વિખવાદના સ્ક્રીન શોર્ટ વાયરલ થયા છે.

ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 9 ના બે મહિલા કોર્પોરેટરના પતિઓના વિખવાદ અંગેના વોટ્સએપ ચેટના સ્ક્રીન શોર્ટ વાયરલ થયા છે. મનપાના વોર્ડ નંબર 9 ના અલ્પાબેન કૌશિકભાઈ પટેલ અને શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી મહિલા કોર્પોરેટર તરીકે ફરજ બજાવે છે. ત્યારે આ બંને મહિલા કોર્પોરેટરના પતિ કૌશિક પટેલ અને સુનિલ ત્રિવેદી વચ્ચે વોટ્સએપ ગ્રુપમાં બાખ્ડ્યા હતા જે વોટ્સએપ ચેટના સ્ક્રીન શોર્ટ વાયરલ થયા છે.

ગાંધીનગરના કુંડાસણ વિસ્તારમાં નવો બોર બનાવવાની વાતને લઇને બંને મહિલા કોર્પોરેટરના પતિઓ વોટ્સએપ ગ્રુપમાં બાખડ્યા હતા. બંને મહિલા કોર્પોરેટરના પતિઓએ જશ ખાંડવાની બાબતને લઇને ગ્રુપમાં વિખવાદ ઉભો કર્યો હતો. જે બાદ ગાંધીનગર મનપાના કોર્પોરેટરોના વોટ્સએપ ગ્રુપમાં બંને મહિલા કોર્પોરેટરના પતિઓના અંદરો અંદરના વિખવાદના વોટ્સએપ ચેટના સ્ક્રીન શોર્ટ વાયરલ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news