કોંગ્રેસે મેદાન છોડી દીધું છે ને મારી સામે ફોર્મ પણ ભરી શકી નથી: દિનેશ અનાવાડીયા

નવનિયુક્ત સાંસદ દિનેશ અનાવાડિયા પોતાના પરિવાર સાથે માં અંબાના દર્શનાર્થે મંદિર પહોંચ્યા હતા. જ્યાં ગર્ભગૃહ માં પાઘડી ઉતારી માતાજી સમક્ષ નતમસ્તક થયા હતા અને પૂજારીના આશીર્વાદ લીધા હતા.

કોંગ્રેસે મેદાન છોડી દીધું છે ને મારી સામે ફોર્મ પણ ભરી શકી નથી: દિનેશ અનાવાડીયા

પરખ અગ્રવાલ, અંબાજી: ગુજરાતમાં ખાલી પડેલી રાજસભાની બેઠક ઉપર ભાજપાના નવ નિયુક્ત રાજસભાના સાંસદ બનેલા દિનેશ અનાવાડીયા આજે અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વિશ્રામ ગૃહ ખાતે પહોચતા અંબાજી અને દાંતા ભાજપા મંડળના અગ્રણી પદાધિકારીઓને કાર્યકર્તાઓએ દિનેશ અનાવાડીયાનું ખેસ, ફુલહાર તેમજ સાલ ઓઢાડી માથે પાઘડી પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ નવનિયુક્ત સાંસદ દિનેશ અનાવાડિયા પોતાના પરિવાર સાથે માં અંબાના દર્શનાર્થે મંદિર પહોંચ્યા હતા. જ્યાં ગર્ભગૃહ માં પાઘડી ઉતારી માતાજી સમક્ષ નતમસ્તક થયા હતા અને પૂજારીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ માતાજીની ગાદી ઉપર પણ ભટ્ટજી મહારાજ પાસેથી રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા. 

જોકે આ પ્રસંગે દિનેશ અનાવાડીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે હવે મેદાન છોડી દીધું છે અને જેને લઈ મારી સામે પણ ફોર્મ ભરી શકી ન હતી. જેના કારણે હાલની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને પાલિકાઓની ચૂંટણીમાં ભાજપ વિજય બનશે અને તેના માટે મતદારોને સંપૂર્ણ મતદાન કરવા અપીલ કરી હતી. બિન હરીફ રાજસભાના સાંસદ નિયુક્તિ માટે વડાપ્રધાન સહીત રાજ્ય અને કેન્દ્રીય નેતાઓનો આભાર માનું છે અને વિકાસના કામો માટે માતાજી શક્તિ આપે તે માટે માતાજીને નતમસ્તક થયો છું.

આજે માં અંબાના દર્શન કરી પોતાને બિનહરીફ રાજસભાના સાંસદ તરીકે નિયુક્તિ કરાવા તમામ રાજ્ય અને કેન્દ્રીય નેતાઓ નો આભાર માન્યો હતો સાથે વિકાશીલ કામો કરવા શક્તિ મળે તે માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news