Digital India Week 2022: PM મોદીનું વિપક્ષ પર નિશાન- કેટલાક લોકોના મગજમાં અટકી ગયું કે વેક્સીન સર્ટિફિકેટ પર પીએમનો ફોટો કેમ છે?

પીએમ મોદીએ ગાંધીનગરમાં આયોજીત ડિજિટલ ઈન્ડિયા વીક 2022ના કાર્યક્રમમાં કહ્યું કે સમયની સાથે જે દેશ આધુનિક ટેક્નોલોજીને નથી અપનાવતો. સમય તેને પાછળ છોડી આગળ નિકળી જાય છે. 
 

 Digital India Week 2022: PM મોદીનું વિપક્ષ પર નિશાન- કેટલાક લોકોના મગજમાં અટકી ગયું કે વેક્સીન સર્ટિફિકેટ પર પીએમનો ફોટો કેમ છે?

ગાંધીનગરઃ ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022માં બોલતા પીએમ મોદીએ આજે કહ્યુ કે ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ માનવતા માટે ક્રાંતિકારી છે. તેનું ઉદાહરણ ભારતે ડિજિટલ ઈન્ડિયા અભિયાન તરીકે વિશ્વની સામે રાખ્યું છે. તેમણે કહ્યું કે, મને ખુશી છે કે આઠ વર્ષ પહેલાં શરૂ થયેલું આ અભિયાન બદલતા સમયની સાથે ખુદને વિસ્તાર આપી રહ્યું છે. 

પીએમ મોદીએ કહ્યુ કે સમયની સાથે જે દેશ આધુનિક ટેક્નોલોજી અપનાવતો નથી. સમય તેને પાછળ છોડીને આગળ નિકળી ગાય છે. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિના સમયે ભારત તેનું ભુક્તભોગી રહ્યું છે. પરંતુ આજે આપણે ગર્વથી કહી શકીએ કે ભારત ચૌથી ઔદ્યોગિક ક્રાંતિ ઈન્ડસ્ટ્રી 4.0 માં દુનિયાને દિશા આપી રહ્યું છે. 

કોવિડ મહામારી મેનેજમેન્ટ પર શું બોલ્યા પીએમ મોદી?
આપણે દુનિયાનું સૌથી મોટુ અને સૌથી પ્રભાવી વેક્સીનેશન અને કોવિડ મેનેજમેન્ટ અભિયાન ચલાવ્યું. અમે દેશની કરોડો મહિલાઓ, કિસાનો, મજૂરોના બેન્ક એકાઉન્ટમાં એક ક્લિક કરી હજારો કરોડ રૂપિયા પહોંચાડ્યા. વન નેશન-વન રાશન કાર્ડની મદદથી અમે 80 કરોડથી વધુ દેશવાસીઓને ફ્રી રાશન આપ્યું. છેલ્લા આઠ વર્ષમાં ડિજિટલ ઈન્ડિયાએ દેશમાં જે સામર્થ્ય ઉભુ કર્યું છે, તેણે કોરોના વૈશ્વિક મહામારી સામે મુકાબલોો કરવામાં ભારતની ખુબ મદદ કરી. 

પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યુ કે દુનિયા તે વાત પર ચર્ચા કરી રહી હતી કે કઈ રીતે આપણે રસી લાગ્યા બાદ કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર આપવામાં સફળ રહ્યાં, પરંતુ કેટલાક લોકોનું ધ્યાન તે વાત પર હતું કે સર્ટિફિકેટ પર મોદીની તસવીર કેમ છે?

ડિજિટલ અને કોવિડ મેનેજમેન્ટ પર બોલ્યા પીએમ મોદી
ફિનટેકનો પ્રયાસ ખરેખર જનતા દ્વારા, જનતા માટે સમાધાન છે. તેમાં જે ટેક્નોલોજી છે તે ભારતની પોતાની છે એટલે કે લોકો દ્વારા. દેશવાસીઓએ તેને પોતાના જીવનનો ભાગ બનાવ્યો. તેણે દેશના લોકોની લેવડદેવડને સરળ બનાવી. સ્પેસ હોય, મેપિંગ હોય, ડ્રોન હોય, ગેમિંગ અને એનીમેશન હોય આવા અનેક સેક્ટર જે ફ્યૂચર ડિજિટલ ટેકને વિસ્તાર આપવાના છે, તેને ઈનોવેશન માટે ખોલી દેવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news