Kaali Movie Controversy: ફિલ્મ કાલીના પોસ્ટર પર લાગ્યો વિવાદનો કલંક, પ્રચાર માટે ધાર્મિક ભાવનાઓ દુભવી

Kaali Poster Controversy: ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની અપકમિંગ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના વિવાદિત પોસ્ટરને લઇને આ ફિલ્મ મેકરે નારાજગી વ્યક્ત કરી છે.

Kaali Movie Controversy: ફિલ્મ કાલીના પોસ્ટર પર લાગ્યો વિવાદનો કલંક, પ્રચાર માટે ધાર્મિક ભાવનાઓ દુભવી

Kaali Controversial Poster: ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની અપકમિંગ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટરે નવો વિવાદ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન એક જાણીતા ફિલ્મ મેકરે કાલી ફિલ્મના આ વિવાદિત પોસ્ટર સામે વાંધો ઉઠાવ્યો છે અને પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. આ પોસ્ટમાં કાલી માતાને સિગરેટ પીતા બતાવવામાં આવ્યા છે.

કાલીના પોસ્ટર પર ભડક્યા અશોક પંડિત
જેવું લીના મણિમેકલાઈની શોર્ટ ફિલ્મ કાલીનું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું. ત્યારબાદથી તેના વિરૂદ્ધ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે બોલીવુડના જાણીતા ફિલ્મ મેકર અશોક પંડિતે પણ રોષ વ્યક્ત કર્યો છે. અશોક પંડિતે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરી લખ્યું છે કે, શું હવે સુપ્રીમ કોર્ટ જેમના તરફથી તાજેતરમાં ઉદયપુર હિંસામાં મરનાર કન્હૈયા લાલની હત્યા માટે નુપુર શર્માને દોષિત ઠહેરાવ્યા હતા. એવામાં એક ફિલ્મ નિર્માતા સામે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં. જેમણે હિન્દુ દેવી કાલી માતાને ગાળ આપી છે, શું હવે તેમને જેલ મોકલવામાં આવશે નહીં.

I made this performance doc as a cohort of https://t.co/D5ywx1Y7Wu@YorkuAMPD @TorontoMet @YorkUFGS

Feeling pumped with my CREW❤️ pic.twitter.com/L8LDDnctC9

— Leena Manimekalai (@LeenaManimekali) July 2, 2022

સામે આવ્યું લોકોનું રિએક્શન
અશોક પંડિતના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. જે અંતર્ગત એક ટ્વિટર યુઝરે લખ્યું કે ન્યાયપાલિકા તે લોકોની જ નોંધ લે છે જે રમખાણો અને પથ્થરમારાની ઘટનામાં સામેલ હોય છે. બીજા યુઝરે લખ્યું કે જે પણ શખ્સ આ પ્રકારના હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરે છે તેમની સામે દરેક જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી જોઇએ.

— Ashoke Pandit (@ashokepandit) July 4, 2022

કાલી પોસ્ટર વિવાદ મામલે અનુપ જલોટાનો સામે આવ્યો વીડિયો
અનુપ જલોટાએ ઝી ન્યુઝને મોકલેલા વીડિયોમાં કહ્યું છે કે, લીનાજી સસ્તી લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ના કરો. તેનાથી રમખાણો થાય છે, તેનાથી લોકોના મનમાં આક્રોશ પેદા થયા છે. લોકો રસ્તા ઉપર ઉતરી આવે છે અને નિર્દોષ લોકોના જીવ જાય છે. તમે જોઈ રહ્યા નથી, સાંભળી રહ્યા નથી આજકાલ શું શું થઈ રહ્યું છે. કોઈ ટેલરનો જીવ જાય છે. કોઈ કેમિસ્ટનો જીવ જાય છે અને તે લોકો નિર્દોષ છે. તો હું તમને એટલું કહેવા માંગુ છું કે આ પ્રકારની વસ્તુઓ સામે ના લાવો. માતા કાલી દરેક માટે પુજનીય છે આદરણીય છે, તેમને આ પ્રકારે બતાવવું યોગ્ય નથી. તમે તો મહિલા છો અને એક મહિલા Goddess માટે તમે આવું કરી રહ્યા છો. ખુબ ખોટું છે. તેને જલ્દીથી જલ્દી રોકો અને માફી માંગો તેમના તમામ ભક્તોથી અને માતા કાલી થી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news