કોરોનાના કેસમાં વધારો થયા છતાં ગુજરાતીઓ માસ્ક વગર બેફામ ઘુમી રહ્યા છે

તહેવારો પૂર્ણ થતાં અને લોકો પોતાનું દિવાળી વેકેશનમાં બહાર ફરી અને પરત તો આવી ગયા છે પરંતુ રાજ્યના અનેક શહેરોમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ત્યારે લોકો હવે જ્યારે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા. ત્યારે લોકોમાં ફરી જાગૃતતા લાવવા ઝી 24 કલાક દ્વારા એક પ્રયાસ કરી લોકોને ફરી આ બાબતે જાગૃત રહેવા અપીલ કરી હતી.

કોરોનાના કેસમાં વધારો થયા છતાં ગુજરાતીઓ માસ્ક વગર બેફામ ઘુમી રહ્યા છે

નવનીત દલવાડી/ભાવનગર : તહેવારો પૂર્ણ થતાં અને લોકો પોતાનું દિવાળી વેકેશનમાં બહાર ફરી અને પરત તો આવી ગયા છે પરંતુ રાજ્યના અનેક શહેરોમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ત્યારે લોકો હવે જ્યારે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા. ત્યારે લોકોમાં ફરી જાગૃતતા લાવવા ઝી 24 કલાક દ્વારા એક પ્રયાસ કરી લોકોને ફરી આ બાબતે જાગૃત રહેવા અપીલ કરી હતી.

દિવાળીના તહેવારો અને વેકેશન પૂર્ણ થતાં ફરી બજારો ધમધમતી થઈ છે. લોકો પોતાના કામો અને વેપારધંધા માટે બહાર તો નીકળી રહ્યા છે. જો કે કોરોનાની કડવી યાદોને ભૂલી રહ્યા છે. કોરોના સંક્રમણ હળવો પડયા બાદ ફરી અનેક શહેરોમાં કેસ વધી રહ્યા છે. અમદાવાદના અતિવ્યસ્ત ગણાતા ઢાલગરવાડમાં પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. જ્યારે રાજકોટ, વડોદરા અને સુરતના વ્યસ્ત વિસ્તારોની પણ આવી જ સ્થિતિ છે. કોઇ માસ્ક પહેર્યા વગર જ ફરતા જોવા મળ્યા હતા.

જ્યારે લોકો હવે માસ્ક નથી પહેરતા અથવા અડધું માસ્ક મો પર લગાવી નીકળે છે. જેનો કોઈ જ અર્થ નથી. લોકો શા માટે માસ્ક નથી પહેરતા એ બાબતે પૂછતાં લોકોના બહાના અથવા માસ્ક હોવા છતાં બેદરકારી નજરે પડી હતી. લોકોમાં જાગૃતતા તો છે જ પણ જાગૃતતા ની સાથે સતર્કતા પણ જરૂરી છે ત્યારે લોકોને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ઝી 24 કલાક દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news