ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશે

Deep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી

ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશે

Gujarat Weather Forecast : બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાહતના સમાચાર એ છે કે, હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદની ઘાત ખસી ગઈ છે. ગુજરાત પર જે ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોન સિસ્ટમ ભેગી થઈ છે, તે અનેક જિલ્લાઓને રમણભમણ કરી દેશે. બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ગુજરાત પહોંચી ગયું છે. પરંતું આ સિસ્ટમ સતત પોતાનો રુટ બદલી રહી છે. ત્યારે આ વીડિયો જોઈ લો, કે કયા કયા જિલ્લાઓ પર મેઘતાંડવ થશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 3, 2024

 

ગુજરાતમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતથી આ ડીપ્રેશનની એન્ટ્રી થઈ હતી. જેની અસરથી સુરત, નવસારી, વલસાડમાં પૂર જેવો વરસાદ ખાબક્યો છે. ત્યારે સુરતથી આગળ મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ તાંડવ મચાવશે. 

 

  • આજે 3 સપ્ટેમ્બર, મંગળવારે આ સિસ્ટમ સુરત આસપાસ છે
  • આવતીકાલે 4 સપ્ટેમ્બર, બુધવારે સિસ્ટમ અમદાવાદ તરફ ખસી રહી છે
  • 5 સપ્ટેમ્બર, ગુરુવારે ડીપ્રેશન અમદાવાદથી આગળ ઉત્તર ગુજરાત તરફ ખસી રહ્યું છે

આજે ક્યાં ક્યાં એલર્ટ 
આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે ભરૂચ અને  સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં છુટા છવાયા વરસાદની સાથે યલો એલર્ટ અપાયું છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 3, 2024

 

પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને લઇને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પડશે વરસાદ 65% વિસ્તારને આવરી લેશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ પાટણ, મહેસાણા, બનાસકાંઠા પર વરસાદની આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમા પણ સામન્ય કરતા વધારે વરસાદની આગાહી છે. વરસાદના આ રાઉન્ડમા અતિભારે વરસાદ નહિ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news