'તું મારા ભાભી સાથે આડો સંબંધ રાખે છે...' કહીને વહેમમાં દિયરે યુવક પર કર્યો જીવલેણ હુમલો, પછી...
સુરત જિલ્લામાં છાસવારે હત્યા જેવી ગંભીર ઘટના સામે આવી રહી છે. વધુ એક ઘટના સુરતના ઓલપાડ તાલુકાના મૂળદ ગામે બનવા પામી છે. આરોપી દોલત બાબુભાઈ રાઠોડ (ઉ.વ 27) જે મૂળદ ગામના તળાવ ફળિયામાં રહેવાસી છે.
Trending Photos
સંદીપ વસાવા/ઓલપાડ: આડાસંબંધની શંકામાં વધુ એક હત્યા સામે આવી છે. વિધવા સાથે આડાસંબંધના વહેમમાં દિયરે ગામના યુવક પર જીવલેણ હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતારી દીધો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે.
સુરત જિલ્લામાં છાસવારે હત્યા જેવી ગંભીર ઘટના સામે આવી રહી છે. વધુ એક ઘટના સુરતના ઓલપાડ તાલુકાના મૂળદ ગામે બનવા પામી છે. આરોપી દોલત બાબુભાઈ રાઠોડ (ઉ.વ 27) જે મૂળદ ગામના તળાવ ફળિયામાં રહેવાસી છે. જેની એજ ગામના રાજીવ નગરમાં રહેતા અલ્પેશ વસંતભાઈ વસાવા સાથે બોલાચાલી થઈ હતી.
આરોપીને અલ્પેશ વસાવાએ જણાવ્યું હતું કે, "તું મારા મરણ જનાર ભાઈની પત્ની દક્ષાબેન સાથે આડો સંબંધ રાખે છે અને ઉપરથી તું મારી સાળીનું ગામના છોકરા સાથે લફરું ચાલે છે તેવી ખોટી વાતો ગામમાં કેમ ફેલાવે છે? તેમ કહેતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપીએ ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી હાથમાંના લાકડાના ફટકા વડે જીવલેણ માર મારતા અલ્પેશ વસાવાને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
ઘટના બાદ કીમ પીએસઆઈ પી.સી સરવૈયાએ ગુનાની ગંભીરતાને લક્ષમા રાખી આરોપીને ઝડપથી પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે પેટ્રોલીંગ દરમિયાન આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામા કીમ પોલીસને સફળતા મળી હતી. પોલીસે ઇપીકો કલમ 302નો ઉમેરો કરી મર્ડરનો ગુનો નોંધી વધુ જેલ હવાલે કરી દીધો હતો.
ક્ષણિક આવેશ વ્યક્તિને ક્યાં પહોંચાડી દે છે તે આ ઘટના પરથી ફલિત થાય છે. વહેમમાં થયેલ બોલચાલીએ એટલી ઉગ્ર બની કે હત્યાની ઘટના સુધી રૂપાંતરિત થઇ, એક પરિવારે પોતાનો ઘરનો મોભી ગુમાવ્યો, તો બીજા પરિવારના યુવકને જેલમાં જવાનો વારો આવ્યો છે. જોકે ક્ષણિક આવેશ પર કાબુ મેળવી લીધો હોત આ બે પરિવારના માળા પીંખાયા ના હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે