એલર્ટ..એલર્ટ..એલર્ટ..! ગુજરાતમાં આગામી 5 દિવસની ખતરનાક આગાહી, ભારે પવન સાથે બારે મેઘ થશે ખાંગા!

Monsoon Prediction 2023: ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે.

એલર્ટ..એલર્ટ..એલર્ટ..! ગુજરાતમાં આગામી 5 દિવસની ખતરનાક આગાહી, ભારે પવન સાથે બારે મેઘ થશે ખાંગા!

Ambalal Patel Monsoon Prediction 2023: આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા નહિંવત છે. રાજ્યમાં બે દિવસ થંડર સ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા છે. જ્યારે બે દિવસ બાદ ગુજરાતમાં સામાન્ય વાતાવરણ રહેશે. હાલ ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ઉત્તર રાજસ્થાનથી થઈ ચૂકી છે. જો કે, ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેવા માટે હજુ સમય લાગશે. હાલ રાજ્યમાં ડબલ સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે. જેના પર હવામાન વિભાગનું કહેવું છે કે વાદળો ન હોવાથી બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે રાત્રે છૂટાછવાયા વરસાદના કારણે ઠંડક છે. 

બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રિમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન થઈ રહ્યું છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 30 સપ્ટેમ્બર બાદ ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે. 

ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. 30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. 2થી 14 ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં ત્રણ ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. ઓક્ટોબરની શરુઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વભાગમાં વરસાદ થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા 2 જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. આ 2018 જેવું વાવાઝોડું બની શકે છે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે. 

આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જ્યારે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે 27-28-29 સપ્ટેમ્બરે દક્ષીણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ રહેશે. 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમા ઉભુ થશે. 

ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે. 

નવરાત્રિમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલની આગાહી ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. વરસાદ વિલન બનીને ખેલૈયાઓનો ખેલ બગાડી શકે છે. ગુજરાતમાં વરસાદની આગાહી માટે અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોડાર્ળમા જતા ચોમાસાની ધીમે ધીમે પીછે હઠ થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે.

નવરાત્રિમાં ક્યારે પડી શકે છે ભારે વરસાદ?
અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 28 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ વધુ બનશે, જેના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. 2 જી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ 18-19-20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. 16 મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે. 

અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે. હવે વેધર ફેક્ટરમાં મોટો બદલાવ થયો છે. જો ઓક્ટોબરમાં વરસાદ રહ્યો તો નવરાત્રિ બગડી શકે છે. ખેલૈયામાં અત્યારથી જ નવરાત્રિ માટે ઉત્સાહ છે એ સમયે વરસાદ રહ્યો તો નવલાં નોરતાં બગડી શકી છે. ગયા  વર્ષે પણ નવરાત્રિમાં વરસાદને કારણે નવરાત્રિના કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે રમી શક્યા નહોતા. આ વર્ષે પણ એ સ્થિતિ રિપિટ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યાં છે. એટલે ભલે તમે નવરાત્રિની તૈયારીઓ કરો પણ તમારી સાથે રમવા માટે વરસાદ પણ તૈયારીઓ કરી રહ્યો છે. એટલે જરા સાચવજો.

અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છેકે, ઓક્ટોબરમાં ભયાનક વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાત પર પણ આ વિનાશક વાવાઝોડાની અસર જોવા મળશે. વધુમાં તેમણે જણાવ્યું છેકે, આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જ્યારે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news