સરકાર બુલેટ ટ્રેન દોડાવવાની વાતો કરે છે, ને ગુજરાતના આ ગામને પહેલીવાર મળી બસ સુવિધા

Gujarat Model : ડાંગના ગામમાં આઝાદી પછી પહેલીવાર નવી બસ પહોંચી, ફૂલ-હારથી સ્વાગત કરાયું... બસ પ્રથમ દિવસે જવતાળા પહોંચતા સ્થાનિક લોકો ભાવવિભોર બની ગયા

સરકાર બુલેટ ટ્રેન દોડાવવાની વાતો કરે છે, ને ગુજરાતના આ ગામને પહેલીવાર મળી બસ સુવિધા

Dang News : ડાંગના ગામમાં આઝાદી પછી પહેલીવાર નવી બસ પહોંચી, જેથી ખુશ થઈને ગામ લોકોએ ફૂલ-હારથી બસ તથા બસ ડ્રાઈવરનુ સ્વાગત કર્યુ હતું. પરંતુ આ ખુશીની વાત છે કે દુખની વાત એ સમજી શકવુ મુશ્કેલ છે. જ્યાં બુલેટ ટ્રેન દોડાવવાની વાત કરાય છે, જે રાજ્યના મોડલના અન્ય રાજ્યોમાં વખાણ કરાય છે, ત્યાં અંતરિયાળ જિલ્લામાં આઝાદી બાદ પહેલીવાર બસ પહોંચી છે. ગુજરાતના આ છેવાડાનો જિલ્લો કેટલો પછાત છે તે વાત સાબિત થઈ રહી છે. લાંબા સમયની રજૂઆત બાદ પહેલીવાર આ ગામના લોકોને બસની સુવિધા નસીબ થઈ છે.  

ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જવતાળ ગામમાં જવતાળ આહવા બસ સેવા શરૂ કરવામાં માટે લાંબા સમયથી માંગ થઈ રહી હતી. ત્યારે લાંબા સમયની રજુઆત બાદ પહેલીવાર એસટી બસ સેવા શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. માત્ર 500 ઘર ધરાવતા ગામમાં 13 મે થી બસ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે. બસ પ્રથમ દિવસે જવતાળા પહોંચતા સ્થાનિક લોકો ભાવવિભોર બની ગયા.

પહેલીવાર ગામમાં એસટી બસ સેવા પહોંચતા લોકોએ બસ તથા ચાલકનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. પરંતુ હકીકત એ છે કે, ડાંગના જવતાળ ગામમાં આઝાદી પછી પહેલીવાર બસ સુવિધા નસીબ થઈ છે. એક તરફ સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, તો બીજી તરફ છેવાડાનો માનવી બેઝિક સુવિધાથી પણ વંચિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news