વડોદરાઃ ચિંતન શિબિરની બહાર હોબાળો, પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી

વડોદરામાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. 

  વડોદરાઃ ચિંતન શિબિરની બહાર હોબાળો, પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી

વડોદરાઃ શહેર ચાલી રહેલી સરકારની ચિંતન શિબિર બહાર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. શિબરના સ્થળની બહાર દલિત કાર્યકરો વિવિધ મુદ્દે આવેદનુપત્ર આપવા આવ્યા હતાં. પરંતુ તે આવેદનપત્ર આપે તે પહેલા જ પોલીસે જીએસએફટીના ગેઈટ નં.1 પાસેથી પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. અને તેમને શિબિર સ્થળેથી દૂર લઈ ગયા હતાં. પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, રાજ્ય  સરકાર દ્વારા વડોદરામાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસિય ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news