રાહતના મોટા સમાચાર, વાવાઝોડું ગુજરાત સાથે નહિ ટકરાય

ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, વાવાઝોડું ગુજરાત સાથે નહિ ટકરાય. આ જાહેરાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માથા પરથી સંકટ ટલ્યું છે. જોકે, વિભાગ દ્વારા આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈછે. 

રાહતના મોટા સમાચાર, વાવાઝોડું ગુજરાત સાથે નહિ ટકરાય

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, વાવાઝોડું ગુજરાત સાથે નહિ ટકરાય. આ જાહેરાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માથા પરથી સંકટ ટળ્યું છે. જોકે, વિભાગ દ્વારા આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની મહારાષ્ટ્ર અને ગુજરાત બંને માટે આ ખતરો હતો. પણ ગુજરાતમાં ગઈકાલથી તેની અસર શરૂ થઈ હતી. જે વાવાઝોડું ગુજરાત તરફ ત્રાટકવાનું હતું, તેનું સંકટ હવે ટળી ગયું છે. તો સાથે અન્ય રાહતના સમાચાર એ છે કે, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વાવાઝોડાની અસર દેખાશે. સૌરાષ્ટ્રમાં તેની કોઈ અસર નહિ થાય.  

હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું કે, ડીપ ડિપ્રેશન 6 કલાક બાદ સાયક્લોનમાં ફેરવાશે. 12 કલાક બાદ તે સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. જોકે, તેની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આવતીકાલે બપોર બાદ અલીબાગ અને દમણની વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. તો દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય વધુ અસર  નહિ વર્તાય. આવામાં પવનની ગતિ 100 થી 110 કિમી પ્રતિ કલાકની રહેશે.

વાવાઝોડાની અસર : સુરત જિલ્લાના 32 ગામોમાં એલર્ટ, ઉમરગામના વિસ્તારો ખાલી કરવા પહોંચ્યું તંત્ર

વાવાઝોડું નહિ, પણ પવન ફૂંકાશે 
તેમણે જણાવ્યું કે, હાલ ડિપ ડિપ્રેશન છે. તે સૌરષ્ટ્રથી 670 કિલોમીટર દૂર, પણજીથી 280 કિલોમીટર દૂર છે. ત્યારે વાવાઝોડું ઉત્તર તરફ પ્રયાણ કરી રહ્યું છે. નોર્થથી નોર્થ ઈસ્ટ તરફ જશે. 3 જૂનના રોજ વાવાઝોડું મહારાષ્ટ્રના હરિહેશ્વર અને દમણ વચ્ચે ક્રોસ કરશે. જેને પગલે ગુજરાતમાં તેની અસર જોવા મળળે. વાવાઝોડાની અસરને પગલે દમણ, દાગરાનગરા હેવલી તરફ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો સુરત અને ભરૂચમાં 70-80 કિલોમીટર પ્રતિ કલાક અને જિલ્લામાં 50 થી 60ના કિમીએ પવન ફૂંકાશે. 

ક્યાં ક્યાં વરસાદ પડશે  
વાવાઝોડાની અસરને પગલે આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દમણ, દાદરનગર હવેલી, તાપી, ડંગ, નવસારી અને સુરતમાં આવતીકાલે 3 જૂનના રોજ વરસાદ પડશે. તો 4 તારીખે વરસાદ ઓછો થશે. જેમા તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં વરસાદ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news