અમદાવાદમાં સંભવિત સાયક્લોનને લઈ AMC એલર્ટ મોડ પર, કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

અમદાવાદમાં સંભવિત સાયકલોનને લઈ amc તંત્ર એલર્ટ થયું છે. તો બીજી તરફ હવે ચોમાસાની મોસમ પણ શરૂ થવા જઈ રહી છે. ત્યારે એએમસી દ્વારા અમદાવાદમાં  સ્માર્ટ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં મોન્સૂન કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જુના મોન્સૂન કન્ટ્રોલમાં કોરોના કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. ત્યારે હવે સ્માર્ટ કમાન્ડ સેન્ટરના કોન્ફરન્સ રૂમમાં નવો મોનસૂન કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ નવા કન્ટ્રોલ રૂમમાંથી સિટી ઈજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને શહેરના cctv નેટવર્કનું મોનિટરિંગ કરશે. 

અમદાવાદમાં સંભવિત સાયક્લોનને લઈ AMC એલર્ટ મોડ પર, કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. પરંતુ વધતા કેસ વચ્ચે હવે amcએ મોન્સૂન કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પાલડી સ્થિત મોન્સૂન કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આ કન્ટ્રોલ રૂમ 24/7 કાર્યરત રહેશે. તેમજ સમગ્ર કામગીરી પર નજર રાખશે. આ અંગે અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જેઓ ચોમાસા સંબંધી તૈયારીઓની સમીક્ષા કરશે.

અમદાવાદમાં સંભવિત સાયકલોનને લઈ amc તંત્ર એલર્ટ થયું છે. તો બીજી તરફ હવે ચોમાસાની મોસમ પણ શરૂ થવા જઈ રહી છે. ત્યારે એએમસી દ્વારા અમદાવાદમાં  સ્માર્ટ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં મોન્સૂન કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જુના મોન્સૂન કન્ટ્રોલમાં કોરોના કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. ત્યારે હવે સ્માર્ટ કમાન્ડ સેન્ટરના કોન્ફરન્સ રૂમમાં નવો મોનસૂન કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ નવા કન્ટ્રોલ રૂમમાંથી સિટી ઈજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને શહેરના cctv નેટવર્કનું મોનિટરિંગ કરશે. 

આ મામલે Amc કારોબારી સમિતિ ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું કે, ચોમાસા દરમિયાન તમામ કામગીરીનું મોનિટરિંગ આજ કન્ટ્રોલ રૂમમાંથી થશે. કોરોના વચ્ચે પણ amc ના ઈજનેર વિભાગ દ્વારા સતત કામગીરી થઈ છે. કેચપિટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. જે અંતર્ગત 46501 કેચપિટ સાફ થઈ છે. બીજા રાઉન્ડમાં માં 40 ટકા કામ થયું છે. મુખ્ય કન્ટ્રોલ રૂમ ઉપરાંત ઝોનમાં અન્ય 17 કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયા છે. શહેરમાં 17 સ્થળે રેઇન ગેજ મશીન છે. 31 જગ્યાએ વોટર પંપિંગ સ્ટેશન તૈયાર છે. આનુસંગિક તમામ કામગીરી કરી લેવાઈ છે. 

ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ, 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ પડ્યો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના 9 અંડરરપાસમાં સફાઈ કરી cctv સેટ કરી દેવાયા છે. ઝોનની માંગણી મુજબ વરુણ પમ્પ મોકલવામાં આવશે. વરસાદી પાણી ભરાતા 159 સ્થળો પર 1227 cctv સેટ કરવામાં આવ્યા છે. મેલેરિયા અને અન્ય રોગચાળા માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે. તો બીજી તરફ, ફાયર બ્રિગેડ વિભાગને સેનેટાઈઝિંગની તમામ કામગીરીમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. આગામી ગુરુવારે સ્ટેન્ડીંગ કમિટી મળશે, જેમાં બાકી કામોને તેમાં મંજૂરી આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news