Gold Rate Today: ક્યાંક સોનું લેવું હવે સપનું ન બની જાય! આજે ફરીથી ભાવ ચડ્યો, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો રેટ
Latest Gold Price: સોના અને ચાંદીમાં આજે મિક્સ પ્રતિભાવ જોવા મળ્યો છે. વાયદા બજારમાં અને શરાફા બજારમાં આજે બંને કિંમતી ધાતુના શુ ભાવ છે તે ખાસ જાણો.
Trending Photos
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી આવી હતી તેને જોતા ભારતીય વાયદા બજારમાં આમ તો થોડી સુસ્તીનો માહોલ છે જો કે શરાફા બજારમાં સોનું ચડી ગયું છે. સોના અને ચાંદીમાં આજે મિક્સ પ્રતિભાવ જોવા મળ્યો છે. વાયદા બજારમાં અને શરાફા બજારમાં આજે બંને કિંમતી ધાતુના શુ ભાવ છે તે ખાસ જાણો.
વાયદા બજારમાં ભાવ
MCX પર સોનું આજે 52 રૂપિયા ચડીને 72,455 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. જે ગઈ કાલે 72,403 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 39 રૂપિયા તૂટીને 89,855 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી જે ગઈ કાલે 89,894 પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 209 રૂપિયા ઉછળીને 72435 રૂપિયા પર પહોંચી ગયું છે. જે ગઈ કાલે 72226 પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 192 રૂપિયા ચડીને 66351 રૂપિયા પર પહોંચ્યું છે જે કાલે ક્લોઝિંગમાં 66159 રૂપિયાના સ્તરે હતું.
ચાંદીની વાત કરીએ તો ચાંદી ગઈ કાલે 89698 પર ક્લોઝ થઈ હતી જે આજે 148 રૂપિયાના વધારા સાથે 89843 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. સોનામાં ફરીથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોતા ભાવ આકાશે આંબે તો નવાઈ નહીં.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં કાલે સોના અને ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી હતી. સોનું 35 ડોલર ઉછળીને 2370 પ્રતિ ઔંસ નજીક તો ચાંદી 4 ટકા છલાંગ લગાવીને 31 ડોલર પર પહોંચી હતી. વાત જાણે એમ છે કે નબળા ડોલરથી મેટલ્સમાં તેજી જોવા મળી. બેસ મેટલ્સમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો. કોપર, એલ્યુમિનિયમ, ઝિંક અને નિકલ બેથી અઢી ટકા ચડ્યા હતા. જ્યારે ઝિંક 5 અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયું હતું.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે