Lucky Zodiac Sign: આજે વૃદ્ધિ યોગ સહિત 3 શુભ યોગનો સંયોગ, 5 રાશિવાળાનું ભાગ્ય ફરી જશે, સુખ-સમૃદ્ધિ વધશે

આજે 4 જુલાઈ ગુરુવારનો દિવસ છે. ચંદ્રમા વૃષભ ઉપરાંત મિથુન રાશિમાં ગોચર કરશે. આ સાથે જ વૃદ્ધિ યોગ, ગજકેસરી યોગ અને મૃગશિરા નક્ષત્રનો પણ શુભ સંયોગ છે. વૈદિક જ્યોતિષ મુજબ આ શુભ યોગના સંયોગથી 5 રાશિવાળાને ફાયદો થઈ શકે છે. આ રાશિઓને માનસિક રીતે શાંતિનો અનુભવ થશે અને ભાગ્યનો સાથ મળશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...

મેષ રાશિ

1/6
image

મેષ રાશિવાળા માટે આજનો દિવસ ખુબ ફાયદાકારક રહેશે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને પ્રગતિના નવા રસ્તા ખુલશે. નવપરિણીતોના ઘરે ખાસ મહેમાનનું આગમન થઈ શકે છે. જેથી કરીને પરિવારમાં ઉત્સાહનો માહોલ રહેશે. લગ્નજીવનની વાત કરીએ તો પતિ અને પત્નીના સંબંધ મજબૂત થશે. બંને એકબીજાને સમજી શકશે. વિશ્વાસ પ્રેમ વધશે. નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો શુભ દિવસ છે. પ્રગતિની તકો મળશે. નોકરીયાતોને કોઈ સારી કંપનીમાંથી સારી ઓફર મળી શકે છે. જેનાથી કરિયરમાં સંતોષ મળશે. મિત્રો સાથે સારો સમય પસાર કરશો. 

ઉપાય- ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ મેળવવા માટે પીપળાના પાનને ગંગાજળથી ધોઈને સિંદુરથી  'ॐ श्रीं ह्रीं श्रीं नमः' મંત્ર લખીને પર્સમાં રાખો. આ સાથ ેજ એક માતા લક્ષ્મીના સ્વરૂપ અંકિત કરેલો ચાંદીનો સિક્કો પણ પર્સમાં રાખો.   

કર્ક રાશિ

2/6
image

કર્ક રાશિવાળા માટે સ્પેશિયલ રહેશે આજનો દિવસ. સુખ સુવિધાઓમાં વધારો થશે. ધાર્મિક કાર્યોમાં મન પરોવેલું રહેશે. સાસરી પક્ષના લોકો સાથે કોઈ અણબનાવ હશે તો દૂર થશે અને એકબીજાની મદદ માટે તૈયાર રહોશો. નોકરીયાતોની વાત કરીએ તો મિત્રોની મદદથી નવી નોકરી મળી શકે છે જેનાથી કરિયરમાં સારી એવી પ્રગતિ થશે. વેપારીઓને સારો નફો થશે અને બિઝનેસને આગળ વધવાની દિશામાં કામ કરશો. જો તમે કોઈ કાનૂની મામલામાં ફસાયેલા હશો તો તમને રાહત મળવાના સંકેત છે. કોટુંબિક જીવનમાં કોઈ અણબનાવ હશે તો  દૂર થશે. 

ઉપાય- રોજગાર સંબંધિત સમસ્યા માટે કેળાના વૃક્ષની પૂજા કરો અને પીળી વસ્તુ જેમ કે  ફળ, કપડાં વગેરે ચીજોનું દાન કરો. પરંતુ કેળું ખાવાથી બચજો.   

કન્યા રાશિ

3/6
image

કન્યા રાશિવાળા માટે લાભકારી રહી શકે છે આજનો દિવસ. આર્થિક રીતે સુરક્ષિત મહેસૂસ કશો અને પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરશો. જીવનસાથે સાથે કોઈ ગેરસમજ ચાલી રહી હશે તો દૂર થશે અને ખુલીને એકબીજા સાથે વાતચીત કરશો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પરેશાન હશો તો સ્વાસ્થ્યમાં સુધાર આવશે અને માનસિક શાંતિનો અનુભવ કરશો. નોકરીયાતો પોતાના કામથી બધાનો વિશ્વાસ મેળવશે અને કાર્યક્ષેત્રે અલગ ઓળખ બનાવશે. લવલાઈફમાં પાર્ટનરની મુલાકાત ઘરમાં કરાવી શકો છો. સંબંધ વધુ મજબૂત થશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને વિદેશ જવાની તક મળી શકે છે. 

ઉપાય- તાંબના પાત્ર પર કુબેર યંત્ર કે શ્રીયંત્ર અંકિત કરાવીને તમારા પર્સમાં રાખો. આ સાથે જ ગોમતી ચક્ર, કોડી, કેસર કે હળદરનો ટુકડો આમાંથી કોઈ પણ વસ્તુ તમારી સાથે રાખો. 

મકર રાશિ

4/6
image

મકર રાશિવાળા માટે દિવસ શાનદાર રહેશે. નવા લોકો સાથે સંપર્ક બનશે અને મહેનતના દમ પર અપાર સફળતા મેળવશો. જો મકાન કે વાહન ખરીદવાની ઈચ્છા હશે તો પૂરી થઈ શકે છે. ધર્મ કર્મના કામોમાં જોડાયેલા મહેસૂસ કરશો અને સમગ્ર પરિવાર સાથે કોઈ ધાર્મિક મુસાફરી કરી શકો છો. રોજગારીની શોધ કરતા યુવાઓને સારી તક મળી શકે છે. રોકાણ કરનારાને સારું રિટર્ન મળશે અને લાભ થવાથી અન્ય જગ્યાએ રોકાણ પણ કરી શકો છો. સંતાન કે વિવાહ જેવા શુભ સમાચાર મળી શકે છે. 

ઉપાય- કરિયરમાં પ્રગતિ માટે ગુરુવારે પૂજા ઘરમાં હળદરની માળા લટકાવો અને કાર્યસ્થળ પર પીળી રંગનો ઉપયોગ કરો તથા લક્ષ્મી નારાયણ મંદિરમાં લાડુનો ભોગ ધરાવો.   

મીન રાશિ

5/6
image

મીન રાશિવાળા માટે ખુબ શુભ દિવસ રહેશે. ધાર્મિક કાર્યોમાં સમય પસાર કરી શકો છો. સમાજમાં તમારું માન સન્માન વધશે. વેપાર સાથે જોડાયેલી વ્યક્તિઓને મોટો ફાયદો થઈ શકે છે. ટ્રાન્સપોર્ટ વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. બેરોજગારોને નવી નોકરીની તક મળી શકે છે. મોટાભાઈનો સાથ મળશે. નવું કામ શરૂ કરી શકો છો. કૌટુંબિક જીવન સુખમય રહેશે. 

Disclaimer:

6/6
image

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.