Bigg Boss OTT 3: બિગ બોસના ઘરનો પારો વધારશે આ બોલ્ડ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, કરશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

Bigg Boss OTT 3: તાજેતરમાં જ જે એલિમિનેશન થયું તેમાં પોલોમી દાસ બિગ બોસના ઘરમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ બિગ બોસના ઘરમાં જે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે તેની ચર્ચાઓ તે જ થઈ ગઈ છે. જોકે વાઇલ્ડ કાર્ડ ગેસ્ટ તરીકે જેનું નામ સામે આવ્યું છે તેને જોઈને લોકો ભડકી ગયા છે. 

Bigg Boss OTT 3: બિગ બોસના ઘરનો પારો વધારશે આ બોલ્ડ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, કરશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

Bigg Boss OTT 3: બિગ બોસ ઓટીટીની સીઝન 3 માં રોજે રોજ દર્શકોને આંચકા મળી રહ્યા છે. આ વખતની સિઝનમાં એવા એવા ટ્વિસ્ટ આવી રહ્યા છે જે જોનાર દર્શકોને પણ આશ્ચર્યચકિત કરે છે. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ રોમાન્ચ પણ વધતો જાય છે. તાજેતરમાં જ જે એલિમિનેશન થયું તેમાં પોલોમી દાસ બિગ બોસના ઘરમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ બિગ બોસના ઘરમાં જે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે તેની ચર્ચાઓ તે જ થઈ ગઈ છે. જોકે વાઇલ્ડ કાર્ડ ગેસ્ટ તરીકે જેનું નામ સામે આવ્યું છે તેને જોઈને લોકો ભડકી ગયા છે. 

બિગબોસની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે હોબાળો મચી રહ્યો છે. જે વ્યક્તિની એન્ટ્રી બિગ બોસના ઘરમાં થવાની છે તેને જોઈને લોકો બિગ બોસના મેકર્સને પણ ટ્રોલ કરી રહ્યા છે. ચર્ચાઓ છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બ્રિસ્ટી સમદ્ધર શોમાં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન તરીકે એન્ટ્રી કરશે. જોકે બીગ બોસ તરફથી તો આ અંગે સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ બ્રિસ્ટીએ પોતે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી હોવાની ઘોષણા કરી દીધી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એ આ વાત કરી ત્યારથી જ લોકો બિગ બોસના મેકર્સને ખરીખોટી સંભળાવી રહ્યા છે કારણ કે લોકોને આ વાત બિલકુલ પસંદ પડી નથી. 

બ્રિસ્ટી ઉપરાંત પણ કેટલાક અન્ય નામ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીમાં ચર્ચામાં છે. જેમાં એક્ટર શાહજાદા ધામી, યુટ્યુબર ઠગેશ ઉર્ફે સાગર ઠાકુર, રાખી સાવંત, ઇન્ફ્લુએન્સર થારા ભાઈ જોગિન્દર સહિતના નામો ચર્ચામાં છે. જોકે એક ચર્ચા એવી પણ છે કે પાયલ મલિક શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે ફરીથી આવશે. 

કોણ છે બ્રિસ્ટી ?

કોલકાતા ની રહેનાર બ્રિસ્ટી સમદ્ધર ફેમસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ કન્ટેન્ટના કારણે પ્રખ્યાત છે. ઈંસ્ટાગ્રામ પર ફેમસ બ્રિસ્ટીના 8.9 લાખ ફોલોવર્સ છે. તેની રીલ્સ પણ વાયરલ થતી હોય છે. તેણે પોતાના ઇન્સ્ટા બાયોમાં એવું લખ્યું છે કે તે એક મોડલ પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news