બિપરજોય પર આવ્યા મોટા ખબર, લેન્ડફોલનો સમય બદલાયો! હવે જાણો ક્યારે જખૌ નજીક ત્રાટકશે

ગુજરાતને ઘમરોળવા માટે તલપાપડ થઈ રહેલા બિપરજોય વિશે મોટા સમાચાર આવ્યા છે. આ વાવાઝોડાને ગુજરાતના કાંઠે ટકરાવવામાં ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે તેના લેન્ડફોલના સમયમાં ફેરફાર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે હાલ આ વાવાઝોડું ગુજરાતના જખૌ બંદરથી 180 કિમી દૂર છે.

બિપરજોય પર આવ્યા મોટા ખબર, લેન્ડફોલનો સમય બદલાયો! હવે જાણો ક્યારે જખૌ નજીક ત્રાટકશે

હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાતને ઘમરોળવા માટે તલપાપડ થઈ રહેલા બિપરજોય વિશે મોટા સમાચાર આવ્યા છે. આ વાવાઝોડાને ગુજરાતના કાંઠે ટકરાવવામાં ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે તેના લેન્ડફોલના સમયમાં ફેરફાર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે હાલ આ વાવાઝોડું ગુજરાતના જખૌ બંદરથી 180 કિમી દૂર છે. અને સાંજે ટકરાવવાની શક્યતા છે. 

આ સમયે થઈ શકે છે લેન્ડફોલ
ગઈ કાલના અનુમાન પ્રમાણે સાંજે 5 વાગ્યે લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ જોવાય રહી હતી. રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેએ કહ્યું કે બિપરજોયની ગતિમાં ઘટાડો આવ્યો છે. વાવાઝોડું રાત્રે 9 થી 10 કલાકની આસપાસ ટકરાશે તેવું અનુમાન છે. પવનની ગતિ 115-125 kmph રહેવાની સંભાવના છે. ગઈ કાલે લગભગ 6 કલાક સુધી વાવાઝોડુ સ્થિત થઈ ગયું હોવાના કારણે સમયમા ફેરફાર થશે. હજુ પણ વાવાઝોડાની મૂવમેન્ટના આધારે નક્કર સમય નક્કી થશે. 

જખૌ બંદર નજીક વાવાઝોડું ટકરાશે
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વાવાઝોડું જખૌ બંદર નજીક ટકરાય તેવી પૂરી શક્યતા છે. આજે સિવિયર રેન ફોલ થશે. ત્રણ દિવસ વરસાદ રહેશે. આજે ભારે પવન ફૂંકાશે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. આ વિનાશક વાવાઝોડાનો ઘેરાવો 500 કિમીનો રહી શકે છે. જામનગર, કચ્છ, દ્વારકામાં વધુ અસર રહેશે. વાવાઝોડાની આંખનો ઘેરાવો 50થી 60 કિમીનો રહેશે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023

બિપરજોયની લેટેસ્ટ અપડેટ
હવામાન ખાતાના લેટેસ્ટ બુલેટિન મુજબ બિપરજોય સવારે 5.30 વાગ્યાની સ્થિતિ મુજબ જખૌ બંદરથી 180  કિમી દૂર છે. જે આજે સાંજે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોથી પસાર થઈને માંડવી અને વચ્ચે જખૌ બંદરની આજુબાજુમાં સાંજે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. લેટેસ્ટ અપડેટ મુજબ આ વાવાઝોડાની દિશામાં થોડો ફેરફાર થયો છે અને હવે તે કચ્છ તરફ વળ્યું છે. આવામાં કચ્છને સૌથી વધુ અલર્ટ પર રખાયું છે. 

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાન જ્યારે ટકરાશે ત્યારે 120 કિમીથી લઈને 135 કિમી સુધીની ઝડપ હશે. એટલે કે તે 15મી ગુરુવારે સાંજે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આવામાં લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની ચેતવણી અપાઈ છે. 

બિપરજોયને જુઓ લાઈવ ટ્રેકિંગમાં ક્યાં પહોંચ્યું છે
ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની લાઈવ ટ્રેકરમાં મૂવમેન્ટ જોવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માટે Live Tracker. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023

આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ તા 15મી એટલે કે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગ તથા તાપીમાં 40થી 50 કિમી, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદમાં 50થી 60 કિમી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં 65થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની કચ્છ-ભૂજમાં સૌથી વધુ અસર થવાની શક્યતા છે ત્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news