ટ્રેક ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ કરાવી આપવાના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો, એક બે નહીં, પણ...
ગાંધીનગર આરટીઓ કચેરી ખાતેથી એક બે નહીં પરંતુ અનેક લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર જ કરાવી આપ્યા હોય તેવી પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જેને લઇને સાયબર ક્રાઇમ દ્વારા આર ટી ઓ અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી રહીં છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ટ્રેક ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ કરાવી આપવાના કૌભાંડમાં ચોકાવનારી હકીકતો સામે આવી જ છે. ગાંધીનગર આરટીઓ કચેરી ખાતેથી એક બે નહીં પરંતુ અનેક લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર જ કરાવી આપ્યા હોય તેવી પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જેને લઇને સાયબર ક્રાઇમ દ્વારા આર ટી ઓ અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી રહીં છે.
ગાંધીનગર આરટીઓ કચેરી ખાતેથી ટ્રેક ટેસ્ટ આપ્યા વગર જ બારોબાર લાયસન્સ નીકળી ગયા હોવાની જાણ થતાં અમદાવાદ સાયબર ક્રાઈમ ને થતા સાયબર ક્રાઇમ દ્વારા બે એજન્ટ અને બે આરટીઓના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવતા જ સાયબર ક્રાઇમ દ્વારા બુધવારે ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા.
સાઇબર ક્રાઇમ દ્વારા આરટીઓ અધિકારી અને એજન્ટ સહિત 20 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસને શંકા છે કે આ રીતે લગભગ 484 થી વધારે લાઇસન્સ ઇસ્યુ થયા હોય શકે છે..જે મામલે પોલીસ એ તમામ વિગત મેળવી ટેકનિકલી રીતે વધુ તપાસ શરૂ કરી છે.
અગાઉ પકડાયેલ આરોપી ઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતુ કે આર ટી ઓ અધિકારીની મિલી ભગતથી જ આ કૌભાંડ ચાલતું હતું. અગાઉ પણ પોલીસ એ ગાંધીનગર આરટીઓમાં ફરજ બજાવતા સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા સહિત ચાર ની ધરપકડ કરી હતી. કારણ કે પોલીસ ને મળેલ નવ લાયસન્સ માટેની અરજીમાં મોટા ભાગના લાયસન્સમાં આઇપીએડ્રેસ આરટીઓની બહાર ના હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ માટે આવતી અરજીને મંજુર કરવા માટેનો પાસવર્ડ માત્ર આરટીઓના અધિકૃત અધિકારી પાસે જ હોય છે.
પોલીસ તપાસ માં એ પણ સામે આવ્યું છે કે ગાંધીનગર આરટીઓમાંથી વર્ષ 2022માં 14 હજાર જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2023માં અત્યાર સુધીમાં માત્ર 4 હજાર જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એટલે પોલીસને એ પણ આશંકા છે કે વર્ષ 2022 માં આ રીતે ટેસ્ટ આપ્યા વગર જ અનેક લાયસન્સ ઇસ્યુ થયા હોય શકે છે. જે મામલે પણ પોલીસ એ ટેકનિકલ મદદ લઈ ને તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ તપાસ દરમિયાન મસ મોટું કૌભાંડ બહાર આવે તો પણ નવાઈ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે