ઊંઘમાં જ પુત્રએ પિતાની કરી હત્યા, પછી ચૂપચાપ જઈને સૂઈ ગયો

ઊંઘમાં જ પુત્રએ પિતાની કરી હત્યા, પછી ચૂપચાપ જઈને સૂઈ ગયો
  • શહેરમાં ગણતરીના દિવસોમાં ચાર હત્યાના બનાવ બન્યા છે. મેઘાણીનગરમાં બે હત્યા અને વટવામાં એક હત્યા તથા દાણીલીમડામાં બળાત્કાર ગુજારી હત્યા કરાઈ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ શહેરમાં ઉપરાઉપરી હત્યાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મેઘાણીનગર વિસ્તારમાં બે જ દિવસમાં બે હત્યાની ઘટના સામે આવી છે. ત્યારે એક બનાવમાં તો સંબંધોની હત્યા થઈ છે. પુત્રએ જ શર્ટની બાંયથી ટૂંપો આપી પિતાની હત્યા કરી છે. બીજા પુત્રએ પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ પણ હત્યાનું કારણ જાણી ચોંકી ઉઠી છે. 

શહેરમાં ગણતરીના દિવસોમાં ચાર હત્યાના બનાવ બન્યા છે. મેઘાણીનગરમાં બે હત્યા અને વટવામાં એક હત્યા તથા દાણીલીમડામાં બળાત્કાર ગુજારી હત્યા કરાઈ હતી. મેઘાણીનગરમાં પુત્રએ જ કરી પિતાની હત્યા કરી છે. દારૂ પીવાની ટેવ ધરાવતા પિતાના માર અને ત્રાસથી પુત્ર કંટાળી ગયો હતો. તેથી તેણે ઊંઘમાં રહેલા પિતાને ટૂંપો આપી હત્યા કરી નાંખી છે. 

આ પણ વાંચો : હાઈકોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢીને કહ્યું, તમે માત્ર ગુલાબી પિક્ચર બતાવો છો, આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી

ઘટના એમ બની હતી કે અનિલ પટણી મજૂરી કામ કરે છે. તેના પિતાએ તેને ઘરમાં પૈસા કેમ નથી આપતો તે બાબતે ઠપકો આપી બોલાચાલી કરી હતી. જોકે મામલો થાળે પડ્યો હતો પણ પિતાએ પુત્ર અનિલને માથામાં મારતા તેનો પિત્તો ગયો અને રાત્રે ઊંઘમાં રહેલા પિતાને શર્ટની બાંય વડે ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી. 

પિતાનો ત્રાસ સહન ન થતા પુત્રએ માર્યો 
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સહિત આ પરિવારમાં કુલ આઠ ભાઈ બહેનો છે. પણ પટણી પરિવારમા પિતાનો સતત ત્રાસ રહેતો હતો. મૃતક દારૂ પીને મોટા સંતાનોને પણ માર મારતા હતા. ઘરમાં રૂપિયા આપવાની બાબતે જ્યારે ઝઘડો થયો ત્યારે પણ મૃતકે આરોપીને માથામાં મારતા ઈજાઓ પહોંચી હતી. પિતાનો ત્રાસ સહન ન થતા પુત્રએ પિતાની હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ બાદ મૃતકના જ બીજા પુત્રએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનું પીએમ કરાવી ગુનો નોંધી આરોપી પુત્રની અટકાયત કરી છે. 

પિતા મર્યા છે કે નહિ તે પણ ચેક કર્યું 
હત્યા બાદ સંબંધોનું પણ ખૂન થયું. કેમકે આરોપીએ પિતાની હત્યા કર્યા બાદ શાંત મને તેના પિતાને તપાસ્યા હતા. પિતાએ હલન ચલન ન કરતા તેણે ખભા પર હાથ મૂકી પિતા જીવે છે કે મૃત્યુ પામ્યા તે જાણ્યું હતું. પણ કોઈ હલનચલન ન થતા તે પાછો જઈને સૂઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news