અમદાવાદમાં ફૂટી નીકળ્યા ડ્રગ્સ પેડલર્સો! લાખો રૂપિયાના MD ડ્રગ્સ સાથે ક્રાઇમ બ્રાન્ચે એકને દબોચ્યો!
અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયુ છેકે બીલાડીની ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ફુંટી નીકળ્યા છે. જેમ જેમ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ વેચતા પેડલર્સની ધરપકડ કરે છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. પકડાયેલ આરોપી વટવા વિસ્તારમાં ડ્રગ્સ લઇને આવવાની માહિતીને આધારે પોલીસે પકડી તેને પકડી પાડ્યો. જોકે પોલીસની પૂછપરછમાં આરોપીએ ચોકાવનારી હકીકતો જણાવી હતી.
અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયુ છેકે બીલાડીની ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ફુંટી નીકળ્યા છે. જેમ જેમ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ વેચતા પેડલર્સની ધરપકડ કરે છે તેમ તેમ નવા નવા પેડલર્સ ડ્રગ્સ વેચવા માટે તૈયાર થઇ જાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે વટવા ખાતેથી ₹22.29 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી પાડ્યો છે.
આરોપી મહફુઝ ઉર્ફે મુન્ના અબ્દુલ માજીદ શેખ વટવા બીબી તળાવ પાસે દ્રગસ નાં જથ્થા સાથે આવતા પોલીસે પકડી પાડયો હતો. આરોપી મહફુઝ ની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે એસી રીપેરીંગનું કામ કરે છે અને સરખેજ વિસ્તારમાં રહેતા ફિરોઝખાન પઠાણના ઘરે એસી રિપેર કરવા ગયો હતો. જ્યાં તેની ઓળખાણ થઈ અને બંને વચ્ચે ડ્રગ્સની વાતચીત થઈ હતી. જે બાદ ફિરોઝખાને મહફૂઝ ને ત્રણ મહિના પહેલા ડ્રગ્સ સૂકવવા માટે આપ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહફૂઝ ડ્રગ્સનો જથ્થો જે ફિરોઝખાન પઠાણ પાસેથી લાવ્યો છે તે હાલ જેલમાં બંધ છે. ફિરોઝખાન ત્રણ મહિના પહેલા જેલની બહાર હતો તે સમયે ફિરોઝખાને ડ્રગસનો જથ્થો મહફૂઝને સૂકવવા માટે આપ્યો હતો. ફિરોઝખાન અગાઉ 2022માં ડ્રગ્સનાં કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તો મહફૂઝ પણ 2014 માં વટવા પોલીસ મથકમાં મારામારીના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
હાલ તો પોલીસે મહફૂઝની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ જેલમાં બંધ ફિરોઝખાન પઠાણની પણ ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લઈ આવ્યો તે અંગે તપાસ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે