વિજય મુહૂર્તમાં સીઆર પાટીલ નવા પ્રમુખ બનશે, ભાજપનું કાર્યાલય શણગારાયું
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી. આર. પાટીલ આજે બપોરે 12 વાગીને 15 મિનિટના વિજય મુહૂર્ત કમલમ ખાતે પદભાર સંભાળશે. સુરતથી અને રાજ્યભરમાંથી ભાજપના કાર્યકરો અને ટેકેદારો હાજરી આપશે. સી.આર. પાટીલ (cr patil) નો પરિવાર પણ કમલમમાં હાજરી આપશે. કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસ્ટન્સ અને મર્યાદિત કાર્યકરોને કાર્યક્રમ માટે આમંત્રણ અપાયં છે. દરેક કાર્યકરને માસ્ક ફરજિયાત અને સેનેટાઈઝર ફરજિયાત કહેવામાં આવ્યું છે.
ભાજપના નવા પ્રમુખના પદભાર ગ્રહણ કરતા પહેલા ભાજપનું કાર્યાલય શણગારવામાં આવ્યું છે. લાંબા સમય બાદ કમલમ પર રોનક જોવા મળી છે. પ્રદેશ હોદ્દેદારો અને કાર્યકરો પદ ગ્રહણ કાર્યક્રમમાં હાજર રહેશે. થોડી વારમાં નવા પ્રમુખ સી આર પાટીલ કમલમ પહોંચશે.
શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે સોમનાથ મંદિરમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
સી.આર.પાટીલના સૌથી નજીકના ધારાસભ્ય ગણાતા સંગીતા પાટીલ પણ ગાંધીનગર પહોંચ્યા છે. ત્યારે તેઓએ ખાસ વાતચીતમાં કહ્યું કે, પાટીલ કે પટેલ ન કરશો, હવે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાનું છે. મહારાષ્ટ્રમાં પાટીલ ને પટેલ જ છે અને અમે પણ ખેડૂતો છે. ખેડૂત માટે કામ કરવાનું છે. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં સંગીતા પાટીલે નવા ભાજપ પ્રમુખને એક ડાયનેમિક લીડર ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા હોવાનો દાવો કર્યો હતો.
મૂળ મહારાષ્ટ્રના પીંપરીના વતની અને વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયેલા સી.આર.પાટીલની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બેસાડી એક નવા જ સમીકરણોના સંકેત આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે