નવસારીમાં સી.આર પાટીલ આર્થિક સહાયનું ચેક વિતરણ કરશે, જનઔષધી સેન્ટરનું ઉદ્ધાટન કરશે

ચીખલી ખાતે આજે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે આમરી ગામે અકસ્માતમાં મોતને ભેટેલા સમરોલીના 5 મૃતકોના પરિવારને આર્થિક સહાયના ચેક વિતરણ સાથે જન ઔષધિ સ્ટોર અને ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. નવસારીના કસ્બાથી ધોળાપીપળા માર્ગ પર આમરી ગામ પાસે વળાંક પર ગત 2 જી, મેના રોજ બેકાબુ કન્ટેનરની બોગી સામેથી આવતી ઇકો કાર પર પડતા કાર ચપટી થઈ પાપડ બની ગઈ હતી. 

નવસારીમાં સી.આર પાટીલ આર્થિક સહાયનું ચેક વિતરણ કરશે, જનઔષધી સેન્ટરનું ઉદ્ધાટન કરશે

નવસારી : ચીખલી ખાતે આજે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે આમરી ગામે અકસ્માતમાં મોતને ભેટેલા સમરોલીના 5 મૃતકોના પરિવારને આર્થિક સહાયના ચેક વિતરણ સાથે જન ઔષધિ સ્ટોર અને ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. નવસારીના કસ્બાથી ધોળાપીપળા માર્ગ પર આમરી ગામ પાસે વળાંક પર ગત 2 જી, મેના રોજ બેકાબુ કન્ટેનરની બોગી સામેથી આવતી ઇકો કાર પર પડતા કાર ચપટી થઈ પાપડ બની ગઈ હતી. 

આ ગોઝારા અકસ્માતમાં ચીખલીના સમરોલી ગામના પ્રફુલ પટેલ, તેમની પત્ની મીનાક્ષી પટેલ, તેમનો દિકરો રિદ્ધિશ ઉર્ફે શિવ પટેલ, પ્રફુલભાઈની સાળી મનીષા ઉર્ફે મંશા પટેલ, તેમજ પાડોશી રોનક પટેલ મળી 5 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે રોનાકનાભાઈ દિપ પટેલનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામને રાજ્ય સરકારમાંથી આર્થિક સહાય મળે એના પ્રયાસો સ્થાનિક ગણદેવીના ધારાસભ્ય અને કેબીનેટ પ્રધાન નરેશ પટેલે કર્યા હતા. 

જેના પરિણામે રાજ્ય સરકારમાંથી પાંચેય મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આજે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેબીનેટ પ્રધાન નરેશ પટેલ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સાંસદ સી. આર. પાટીલે ચીખલી તાલુકા પંચાયત દ્વારા નાણાં પંચની 45 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી ચીખલી, ખૂંધ, થાલા અને સમરોલી 4 ગામો માટે આગની આકસ્મિક ઘટના સમયે મદદરૂપ થાય એ હેતુથી લેવાયેલા આધુનિક સુવિધાઓથી સજ્જ ફાયર ફાઇટરને લીલી ઝંડી બતાવી લોકાર્પણ કર્યુ હતું. 

જ્યારે ચીખલી રેફરલ હોસ્પિટલમાં મુખ્ય માર્ગની નજીક જિલ્લા પંચાયતના 7.50 લાખના સ્વ-ફંડમાંથી નવનિર્મિત પંડિત દિનદયાળ જન ઔષધિ કેન્દ્રના નવા મકાનનું પણ સાંસદ પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે સાંસદ તેમના નિર્ધારિત સમયથી દોઢ કલાક મોડા પહોંચ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news