કડવા પાટીદારોની કુળદેવીના ધામમાં સીઆર પાટીલને 100 કિલો ચાંદીથી તોલાયા

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મીડિયા સાથેના નિવેદનમાં કહ્યું કે, ગુજરાત પ્રદેશ ભાજપ એક મિશન સાથે કામ પર લાગ્યું છે. કાર્યકર્તાઓ પણ હવે અગ્રેસર થયા છે

કડવા પાટીદારોની કુળદેવીના ધામમાં સીઆર પાટીલને 100 કિલો ચાંદીથી તોલાયા

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ( cr patil ) આજે ઉત્તર ગુજરાતના બીજા દિવસના પ્રવાસે છે. ત્યારે વીર મેઘમાયા ટેકરીના દર્શન કરીને તેઓએ પ્રવાસનો આરંભ કર્યો હતો. વીર મેઘમાયા ટેકરી દલિત સમાજની આસ્થાનું કેન્દ્ર છે. જેના બાદ તેઓ પાટીદારોનો કુળદેવી મા ઉમિયાના ધામમાં પહોંચ્યા હતા. તો સાથે જ તેઓએ પ્રસિદ્ધ રાણ કી વાવની પણ મુલાકાત કરી હતી. ત્યારે મા ઉમિયાના દર્શન કરવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે પહોંચ્યા હતા. પાટીદાર અનામત આંદોલન પ્રભાવિત વિસ્તારોમાં ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પ્રવાસ કર્યો હતો. તો સાથે જ ઊંઝા ઉમિયા માતાના મંદિરમાં તેઓની રજતતુલા કરાઈ હતી. દિવસ દરમિયાન તેઓ સ્થાનિક અનેક આગેવાનો સાથે મુલાકાત કરતા ગયા હતા. વહેલી સવારથી જ પાટણ શહેરમાં અને તેમાં પણ રાણીની વાવ અને વીર મેઘમાયાના સમાધી મંદિરે લોકોની ભીડ ઉમટી હતી અને મેળાવડા જામ્યો હતો.

Breaking : ગુજરાતમાં પાન-ગુટકા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો 

મિશન ઉત્તર ગુજરાત
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મીડિયા સાથેના નિવેદનમાં કહ્યું કે, ગુજરાત પ્રદેશ ભાજપ એક મિશન સાથે કામ પર લાગ્યું છે. કાર્યકર્તાઓ પણ હવે અગ્રેસર થયા છે. તેઓ પણ કામે લાગી ગયા છે. અમને આશા છે કે, અમારું મિશન પૂર્ણ થશે. માતાજીના અમને આશીર્વાદ મળશે. તો આજે ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન સીઆર પાટીલ જ્યાં જ્યાં ગયા, ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમના સ્વાગત માટે ઠેર ઠેર તૈયારીઓ કરવામાં આવી હતી. 

પતિ-પત્નીએ ઝેર ભેળવેલી મીઠાઈ ત્રણ દીકરીઓને ખવડાવી, સવારે પાંચ લાશ જમીન પર પડી હતી... 

ઊંઝામાં રજતતુલા કરાઈ 
તો બાલીસણામાં ભાજપ પ્રમુખને બળદગાડામાં બેસાડીને ફેરવવામાં આવ્યા હતા. ઊંઝા ઉમિયા માતાના દર્શન કરતા પહેલા પાટીદારો પ્રભાવિત વિસ્તારમાં ભાજપ પ્રમુખે પ્રવાસ કર્યો હતો. આ સમગ્ર વિસ્તાર એ છે, જ્યાં પાટીદાર અનામત આંદોલનમાં વધુ તણખા ઝર્યાં હતા. સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજના કુળદેવી ખોડલ ધામ બાદ ઉતર ગુજરાતમાં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઊંઝા ઉમિયા ધામ ખાતે પાટીલની રજત તુલા થઈ હતી. બીજીવાર કોઈ રાજકીય આગેવાનની આવી રીતે રજતતુલા યોજાઈ રહી છે. પાટીદાર સમાજ જ્ઞાતિ જાતિથી પર થઈ કામ કરે છે તે મેસેજ આપવા રજત તુલાનું આયોજન કરાયું હતું. 100 કિલો કરતા વધુ ચાંદીથી ભાજપ પ્રમુખને તોલવામાં આવ્યા હતા. 

આ દિવસે જાહેર થશે ભાજપનુ નવુ સંગઠન, પાટીલ કરી રહ્યાં છે તૈયારીઓ.... 

વાળીનાથ મંદિરને દાનની જાહેરાત 
બપોર બાદ ભાજપ પ્રમુખ સી આર પાટીલ વાળીનાથ ધામ પહોંચ્યા હતા. વાળીનાથ ધામમાં દર્શન કર્યા બાદ સીઆર પાટીલની રજતતુલા કરવામાં આવી હતી. સમગ્ર માલધારી સમાજ દ્વારા આ આયોજન કરાયું હતું. કુલ 101 કિલો ચાંદીથી ભાજપના પ્રમુખની રજત તુલા કરાઈ હતી. વાળીનાથ ધામમાં સીઆર પાટીલે દાનની જાહેરાત કરી હતી. વાળીનાથ મંદિર નિર્માણમાં 5 લાખના દાનની જાહેરાત ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ વાળીનાથ ધામમાં મંદિરમાં નિર્માણનું કામ ચાલી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news