Covid-19 Update: રાજ્યમાં કોરોના કેસમાં સામાન્ય વધારો, એક દર્દીનું મૃત્યુ

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 816 છે, જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 1211706 લોકો સાજા થયા છે. 

Covid-19 Update: રાજ્યમાં કોરોના કેસમાં સામાન્ય વધારો, એક દર્દીનું મૃત્યુ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ફરી સામાન્ય વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 55 કેસ સામે આવ્યા છે, તો એક દિવસ પહેલાં રાજ્યમાં 43 કેસ સામે આવ્યા હતા. કોરોનાને લીધે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 151 લોકો સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10938 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 11 હજાર 706 લોકો સાજા થઈ ગયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 26 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 10, ગાંધીનગરમાં 3, ભરૂચમાં બે, રાજકોટમાં 4, તાપીમાં બે, બનાસકાંઠા, ડાંગ, મહેસાણા, પંચમહાલમાં એક-એક અને સુરતમાં બે કેસ નોંધાયા છે. તો દાહોદમાં એક વ્યક્તિનું નિધન થયું છે. 

રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 816 છે, જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 1211706 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10938 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.05 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 10 કરોડ 35 લાખ 20 હજાર 695 ડોઝ આપવામાં આવ્યા છે. 

Image

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news