સુરત: દેશી દારૂના અડ્ડાનો VIDEO થયો વાઈરલ

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ જોવા મળી રહ્યું છે કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સુરતનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં દેશી દારૂના અડ્ડા પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે અને લોકો  દારૂ પીતા જોવા મળે છે. 
સુરત: દેશી દારૂના અડ્ડાનો VIDEO થયો વાઈરલ

સુરત: ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ જોવા મળી રહ્યું છે કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સુરતનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં દેશી દારૂના અડ્ડા પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે અને લોકો  દારૂ પીતા જોવા મળે છે. 

સુરતના સરથાણાના ડાઈમંડ નગરનો આ વીડિયો હોવાનું કહેવાય છે. ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિકો વારંવાર આ મામલે ફરિયાદ કરે છે પરંતુ કોઈ પગલા લેવાતા નથી. આથી સ્થાનિકોએ આ દેશી દારૂના અડ્ડાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. 

જુઓ વીડિયો...

અત્રે જણાવવાનું કે હાલમાં જ તારીખ 2જી જૂનથી 10મી જૂન સુધી રાજ્યમાં દારૂ અને જુગારના અડ્ડાઓ સામે મેગા ડ્રાઈવ હાથ ધરાઈ હતી. રાજ્યના પોલીસવડાને પણ સૂચના આપવામાં આવી હતી કે ગુજરાતમાં જે પ્રકારે દારૂ મળી રહ્યો છે તેની સામે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે. રાજ્યમાં દારૂબંધીનો કડક પણે અમલ થાય તે માટે આ ડ્રાઈવ યોજાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news