પોતાના જન્મ સમયે હાજર નર્સને મળ્યા રાહુલ, અહીં થયો હતો તેમનો જન્મ !

નર્સ રાજમ્માએ જણાવ્યું કે, તેમને સારી રીતે યાદ છે કે જ્યારે સોનિયા ગાંધીને લેબર રૂમમાં લઇ જવાયા ત્યારે રાજીવ ગાંધી અને સંજય ગાંધી લેબર રૂમની બહાર હતા

પોતાના જન્મ સમયે હાજર નર્સને મળ્યા રાહુલ, અહીં થયો હતો તેમનો જન્મ !

નવી દિલ્હી : કેરળની મુલાકાતે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે રિટાયર્ડ નર્સ રાજમ્મા સાથે મુલાકાત કરી હતી. રાજમ્માનું આખુ નામ રાજમ્મા વાવથિલ છે. આ એ જ નર્સ છે જેઓ રાહુલનાં જન્મ સમયે હોસ્પિટલમાં હાજર હતા. રાહુલ ગાંધી રવિવારે કેરળનાં કોઝીકોડમાં હતા. અહીં તેઓ રાજમ્માને પણ મળ્યા હતા. રાહુલની આ મુલાકાતની તસ્વીર પોતાનાં ટ્વીટર એકાઉન્ટ પર ઇશ્યું કર્યું છે. રાહુલ નર્સને ગળે ભેટેલા જોવા મળ્યા છે. તસ્વીરમાં ખુબ જ ભાવુક જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી જ્યારે વાયનાડથી ઉમેદવારી દાખલ કરવા માટે પહોંચ્યા હતા તે સમયે રાજમ્માએ તેમને મળવા માટેની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. 

— Rahul Gandhi - Wayanad (@RGWayanadOffice) June 9, 2019

LIVE: શ્રીલંકાથી તિરુપતિ પહોંચ્યા PM મોદી, મોડુ થવા બદલ માંગી માફી
શા માટે ચર્ચામાં આવ્યા રાજમ્મા
લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે વિવાદ પેદા થયો હતો, તો 72 વર્ષની રાજમ્માએ કહ્યું હતું કે, કોઇને રાહુલની નાગરિકતા અંગે શંકા ન કરવી જોઇએ, કારણ કે 19 જુન, 1970ના રોજ જ્યારે દિલ્હીનાં હોલી ફેમિલિ હોસ્પિટલમાં રાહુલ ગાંધીનો જન્મ થયો તે સમયે તેઓ હોસ્પિટલમાં હાજર હતા. 

અલીગઢમાં લોકોનો રોષ સાતમા આસમાને: સમગ્ર વિસ્તાર લશ્કરી છાવણીમાં ફેરવાયો
રાજમ્માએ પીટીઆઇ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, હું ભાગ્યશાલી હતી, કારણ કે હું તેવા કેટલાક લોકો પૈકી એક હતી જેમણે જન્મ બાદ નવજાતને પોતાનાં હાથોમાં લીધો હતો, તે ખુબ જ સુંદર હતો. હું તેના જન્મની સાક્ષી છું, આપણે લોકો રોમાંચિત હતા, વડાપ્રધાન ઇંદિરા ગાંધીના પ્રપૌત્રને જોઇને ખુબ જ રોમાંચિત થઇ ગયા હતા. રાહુલ જ્યારે પેદા થયા તો રાજમ્મા નર્સિંગની ટ્રેનિંગ લઇ રહ્યા હતા. હવે તેઓ નોકરીમાંથી રિટાયર થઇ ચુક્યા છે. 

બ્રહ્મોસથી લેસ થશે સુખોઇ, જળ હોય કે વાયુ તમામ ક્ષેત્રે બનશે અજેય !
નર્સ રાજમ્માએ જણાવ્યું કે, તેમને સારી રીતે યાદ છે કે જ્યારે સોનિયા ગાંધી લેબર રૂમમાં લઇ ગયા હતા, ત્યારે રાજીવ ગાંધી અને સંજય ગાંધી લેબર રુમની બહાર જ હતા. તેમણે કહ્યું કે, તે સમયે હોસ્પિટલમાં તમામ રેકોર્ડ હાજર હોવા જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news