RTGS અને NEFT ટ્રાન્સફર થયા ફ્રી, હવે ATM ટ્રાન્ઝેક્શન ફ્રી કરવાની તૈયારી

રિઝર્વ બેંકે 6 જૂનથી પોતાની મોનિટરી પોલીસીની જાહેરાત કરતા RTGS અને NEFT ટ્રાન્ઝેક્શનને ફ્રી કરી નાખ્યાં. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા હેતુ આ ટ્રાન્ઝેક્શન ફ્રી કરાયા છે. હવે રિઝર્વ બેંક એટીએમ ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જને પણ હટાવવાની તૈયારીમાં છે. હાલમાં દર મહિને કેટલાક એટીએમ ટ્રાન્ઝેક્શન ફ્રી હોય છે પરંતુ ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન બદલ ગ્રાહકો પાસે ચાર્જ વસૂલવામાં આવે છે. દરેક બેંકના આ અંગે પોતાના અલગ અલગ નિયમો હોય છે. 
RTGS અને NEFT ટ્રાન્સફર થયા ફ્રી, હવે ATM ટ્રાન્ઝેક્શન ફ્રી કરવાની તૈયારી

નવી દિલ્હી: રિઝર્વ બેંકે 6 જૂનથી પોતાની મોનિટરી પોલીસીની જાહેરાત કરતા RTGS અને NEFT ટ્રાન્ઝેક્શનને ફ્રી કરી નાખ્યાં. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા હેતુ આ ટ્રાન્ઝેક્શન ફ્રી કરાયા છે. હવે રિઝર્વ બેંક એટીએમ ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જને પણ હટાવવાની તૈયારીમાં છે. હાલમાં દર મહિને કેટલાક એટીએમ ટ્રાન્ઝેક્શન ફ્રી હોય છે પરંતુ ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન બદલ ગ્રાહકો પાસે ચાર્જ વસૂલવામાં આવે છે. દરેક બેંકના આ અંગે પોતાના અલગ અલગ નિયમો હોય છે. 

RBI તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે આ અંગે કમિટીની રચના કરવામાં આવી છે. બહુ જલદી આ અંગે અંતિમ નિર્ણય લેવાશે. બીજી બાજુ એટીએમ ઓપરેટર ચાર્જ વધારવાની માગણી કરી રહ્યાં છે. જ્યારે બેંક ઈચ્છે છે કે ચાર્જમાં વધારો ન  થાય તો ઘટાડો પણ ન થાય. 

જુઓ LIVE TV

RBI કમિટી આ અંગે કોઈ નિર્ણય લેતા અગાઉ કંફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી (CATMi), ઈન્ડિયન બેંક એસોસિએશન સહિત તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કરીને યોગ્ય નિર્ણય લેશે. આ કમિટી 2 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રજુ કરશે. (CATMi) સતત કહે છે કે ચાર્જ વધારવો જોઈએ. કારણ કે ટેક્નોલોજી અપગ્રેડેશનના કારણે ઓપરેશનલ કોસ્ટ ઘણી મોંઘી થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news